મહાપાલિકાઓની સત્તા ખતમ કરવાનો પ્રયાસઃ નારાયણ રાણેનો આક્ષેપ - Sandesh
  • Home
  • Mumbai
  • મહાપાલિકાઓની સત્તા ખતમ કરવાનો પ્રયાસઃ નારાયણ રાણેનો આક્ષેપ

મહાપાલિકાઓની સત્તા ખતમ કરવાનો પ્રયાસઃ નારાયણ રાણેનો આક્ષેપ

 | 3:44 am IST

મુંબઇ, તા. ૧૯

સોમવારથી શરૂ થયેલા મહારાષ્ટ્ર વિધાનમંડળના ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે કોંગ્રેસના નેતા નારાયણ રાણેએ વિધાન પરિષદમાં મહાનગરો માટે ઓથોરિટી (પ્રાધીકરણ)ની સ્થાપના સંબંધી વટહુકમનો વિરોધ કરી સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે આ વટહુકમ મહાનગરપાલિકાઓની સત્તા ખતમ કરવાનો પ્રયાસ છે. ઓથોરિટીની સ્થાપના સંબંધી વટહુકમ રાજ્યમંત્રી રણજિત દેશમુખે રજૂ કર્યો હતો. નવી ઓથોરિટીને લીધે મહાપાલિકાની સ્વાયત્તતા જોખમમાં મુકાશે. પોતાની પસંદગીની વ્યક્તિને અધ્યક્ષપદ આપવા માટે ઓથોરિટીની રચના થાય છે. આ વટહુકમ દુકાન માંડવાનો કારસો છે. આ વટહુકમને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારો સીમિત થશે એવી ટીકા રાણેએ કરી હતી.   દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહાનગરોની મહાપાલિકાની હદ બહાર પાયાની સુવિધાઓનું નિયોજન કરવું જરૂરી છે. આ માટે ઓથોરિટીની રચના કરાય છે. આ પ્રકારની ઓથોરિટીને કારણે મહાપાલિકાઓના અધિકાર પર કોઇ અસર નહીં થાય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન