મહાપ્રભુજીની બેઠક પાસેથી પાણીમાં તણાયેલા યુવાનનો મૃતદેહ સાંપડયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મહાપ્રભુજીની બેઠક પાસેથી પાણીમાં તણાયેલા યુવાનનો મૃતદેહ સાંપડયો

મહાપ્રભુજીની બેઠક પાસેથી પાણીમાં તણાયેલા યુવાનનો મૃતદેહ સાંપડયો

 | 5:13 am IST
  • Share

  • જામનગરના રોઝીબંદરેથી ગુમ થયેલા બે માછીમારો સહિત ૩ મૃતદેહો મળ્યાં
  • ત્રીજા યુવાનની મળેલી લાશની ઓળખ ન થતાં પોલીસે તપાસ હાથ ધરી

। જામનગર । જામનગરના બેડીમાં વિસ્તારમાં હાજમ ચોકમાં રહેતા હનીફ જુમાભાઈ કકલ (ઉ.વ.૩ર) અને જુનસ જુમાભાઈ કકલ (ઉ.વ.૩પ) નામના બન્ને યુવાન બંધુઓ સોમવારે રોઝીબંદરે માછીમારી માટે ગયા હતાં. જ્યાંથી તેઓ એકાએક ગુમ થયા હતાં. તેઓ જ્યાં માછીમારી કરવા ગયા હતાં. ત્યાંથી દરીયા તરફ પાણીનું વહેણ જતું હતું. તેની શોધખોળ બાદ પણ ન મળી આવતાં નગરસેવક નુરમામદ પલેજાને જાણ થતાં તેઓએ ફાયર અને સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને ગઈકાલે આખો દિવસ શોધખોળ બાદ મળી આવ્યા ન હતાં. જે બાદ આજે સવારે સ્થાનિક તરવૈયા અને નગરસેવક નુરમામદ પલેજા ખાનગી બોટ લઈને બન્નેની શોધખોળ માટે ગયા હતાં. જ્યાંથી એક યુવાનની લાશ મળતાં તેમના પરિવારજનોને દેખાડતાં તે હનીફ કે જુનસનો મૃતદેહ ન હોવાનું જણાવતાં પોલીસને જાણ કરી હતી. જે બાદ હનીફ અને જુનસ બન્ને માછીમાર બંધુઓના મૃતદેહો મળી આવ્યા હતાં. આ સમયે બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ.વાઢેર સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ત્રણેયના મૃતદેહોના કબ્જા સંભાળીને પીએમ માટે મોકલી દીધા હતાં. માછીમાર બંધુઓના મૃતદેહો તેમના પરિવારને સોંપી દીધા છે. જ્યારે અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત જામનગર શહેરના મહાપ્રભુજીના બેઠક પાસેથી ગત તા.૧૩ના રોજ કાકાના ઘરે બચાવ કામગીરીમાં જતા ભરતભાઈ અમૃતલાલ કટેશીયા પાણીના વહેણમાં તણાઈ જતાં લાપતા થયા હતાં. જે બાદ આજે તેઓનો મૃતદેહ મહાપ્રભુજીની બેઠક જુના પુલ પાસેથી મળી આવતાં પોલીસે કબ્જે કરીને પીએમ બાદ તેમના પરિવારને સોંપી દીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો