મહારાજા અગ્રસેન સ્કૂલે ધોરણ10ની પરીક્ષા ફી 355ના બદલે 500 વસૂલી - Sandesh
  • Home
  • Budget
  • મહારાજા અગ્રસેન સ્કૂલે ધોરણ10ની પરીક્ષા ફી 355ના બદલે 500 વસૂલી

મહારાજા અગ્રસેન સ્કૂલે ધોરણ10ની પરીક્ષા ફી 355ના બદલે 500 વસૂલી

 | 4:19 am IST
  • Share

ધો.9ના એનરોલમેન્ટના નામે રૂ.145 વસ્ાૂલી લીધા

ઓઢવમાં આવેલી અને ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન મહારાજા એગ્રસેન સ્કૂલે ધોરણ.10ના વિદ્યાર્થીઓ પાસે બોર્ડની પરીક્ષા ફી રૂ.355ના બદલે રૂ.500 વસૂલ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. આ સ્કૂલે ધોરણ.9ના એનરોલમેન્ટના નામે રૂ.145 બોર્ડની પરીક્ષા ફીમાં વધુ વસુલ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સ્કૂલના પ્રિન્સીપાલનો સંપર્ક કરતાં તેમણે ના કહી પૂરતી વાત કરવાની પણ તસ્દી લીધા વિના જ ફોન મૂકી દીધો હતો.

ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. પરીક્ષા ફોર્મ સ્કૂલ મારફતે ઓનલાઈન ભરવામાં આવી રહ્યાં છે. સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી વધુ ન વસુલાય તેના માટે તાજેતરમા જ એક યાદી પણ જાહેર કરી હતી. જેમા ધોરણ.10ના નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.355 નક્કી કરવામાં આવેલી છે. પરંતુ વાલીઓના ખીસ્સા ખંખેરવાની મેલી મૂરાદ ધરાવતાં સંચાલકો પરીક્ષા ફીમા પણ નફો રળવાનું છોડતા ન હોવાના અવારનવાર આક્ષેપો થાય છે. આવી જ હરકત ઓઢવની મહારાજા એગ્રસેન સ્કૂલમાં વાલીઓ મારફતે સામે

આવી છે. આ સ્કૂલે ધો.10ના વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી રૂ.355ના બદલે 500 વસૂલી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો