મહારાષ્ટ્રમાં કોવિડના દૈનિક કેસમાં 20 ટકાનો વધારો,  દેશમાં ૨૭,૧૭૬ કેસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મહારાષ્ટ્રમાં કોવિડના દૈનિક કેસમાં 20 ટકાનો વધારો,  દેશમાં ૨૭,૧૭૬ કેસ

મહારાષ્ટ્રમાં કોવિડના દૈનિક કેસમાં 20 ટકાનો વધારો,  દેશમાં ૨૭,૧૭૬ કેસ

 | 1:04 am IST
  • Share

મહારાષ્ટ્રમાં વીતેલા ૨૪ કલાકમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો. મુંબઇ ખાતે પણ કોવિડ કેસની સંખ્યામાં સાધારણ વધારો નોંધાયો હતો. રાજ્યમાં સોમવારે નોંધાયેલા ૨૭૪૦ કેસને મુકાબલે મંગળવારે ૩૫૩૦ કેસ નોંધાયા હતા. મુંબઇ ખાતે પણ ૩૪૫થી વધી જઇને ૩૬૭ નવા કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં વીતેલા ૨૪ કલાકમાં વધુ ૨૭,૧૭૬ કેસ નોંધાયા હતા . તે સાથે જ દેશના કુલ કેસની સંખ્યા વધીને ૩,૩૩,૧૬,૭૫૫ થઇ ચૂકી છે.  વીતેલા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૨૮૪ કેસ મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક પણ વધીને ૪,૪૩,૪૯૭ થયો છે.

કેરળમાં વીતેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના નવા ૧૭,૬૮૧ કેસ નોંધાયા હતા. તેને પગલે રાજ્યમાં સક્રીય કેસની સંખ્યા વધીને ૧,૯૦,૭૫૦ થઇ છે.જોકે નવા નોંધાયેલા કેસ કરતાં વીતેલા ૨૪ કલાકમાં સાજા થનારની સંખ્યા વધુ હતી. વીતેલા ૨૪ કલાકમાં ૨૫,૫૮૮ લોકો રીકવર થઇને ઘેર ગયા હતા. રાજ્યમાં વધુ  ૨૦૮ મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક વધીને ૨૨,૯૮૭ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન