મહિલા ડ્રાઇવિંગ શીખતી હતી ઃ સદનસીબે કોઈ જાનહાનિ નહીં - Sandesh
  • Home
  • Baroda
  • મહિલા ડ્રાઇવિંગ શીખતી હતી ઃ સદનસીબે કોઈ જાનહાનિ નહીં

મહિલા ડ્રાઇવિંગ શીખતી હતી ઃ સદનસીબે કોઈ જાનહાનિ નહીં

 | 3:52 am IST

મહિલાએ કાર અથાડતા ભરૃચ હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલ તૂટી ગઇ

। ભરૃચ ।

ભરૃચના સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલ આજે વહેલી સવારે તૂટી હતી. એક મહિલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કાર શીખી રહી હતી તેવી માહિતી સાંપડી રહી છે ત્યારે આ શિખાવ મહિલાએ કારના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના પગલે ધડાકાભેર કાર હોસ્ટેલની દિવાલને અથડાઈ હતી. જેથી દિવાલ કડડભૂસ થઈ ગઈ હતી. આ અકસ્માત થતા જ લોકોએ દિવાલનો કાટમાલ ખસેડી અને કારને હોસ્ટેલ ગ્રાઉન્ડની બહાર કાઢવાની જહેમત કરી હતી. સદ્નસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઇ જાનહાની થઇ શકી ન હતી.

અત્રે નોંધવુ રહ્યુ કે, લગભગ ૮ માસ અગાઉ આજ દિવાલનો બીજો ભાગ આવા જ એક અકસ્માતના બનાવમા તૂટી પડયો હતો જે હજી પણ તૂટેલો છે. જેનુ સમારકામ કરવાની ફુરસદ તંત્રને મળેલ નથી તેવામાં આ બીજો અકસ્માત સર્જાતા ફરી એક બાકોરુ હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલમાં પડેલ છે. આશરે ૭ વર્ષ પહેલા આ દિવાલ તૈયાર થઇ હતી, ત્યારે તેની ગુણવતા સામે શંકા ઉઠી છે.

ગ્રાઉન્ડ પર કાર ચલાવતા શિખવા પર પ્રતિબંધ છે

ભરૃચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મોટર કાર ચલાવતા શિખવા અંગે તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે જેનુ મુખ્ય કારણ એ હતુ કે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વિવિધ રમતો રમાતી હોય છે ત્યારે શિખાવ કારચાલક કોઈને અડફેટમા ન લે તે માટે આ પ્રતિબંધ મુકવામા આવ્યો હતો.

;