મહિલા સુરક્ષિત જીવન જીવી શકે તે માટે અનેક જોગવાઈ છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મહિલા સુરક્ષિત જીવન જીવી શકે તે માટે અનેક જોગવાઈ છે

મહિલા સુરક્ષિત જીવન જીવી શકે તે માટે અનેક જોગવાઈ છે

 | 3:00 am IST
  • Share

  મહિલાને હિંસામાંથી મુક્તિ અપાવવા સુરક્ષા અધિકારી પણ ફરજ બજાવે છે

પારિવારિક હિંસાનો કાયદો મહિલાને એક સુરક્ષિત ઘર મળે તેનો અધિકાર છે અને કુટુંબની અંદર થતી કોઈપણ પ્રકારની હિંસા આ અધિકારનું હનન છે અને મહિલાને કુટુંબની અંદર એક હિંસારહિત વાતાવરણ મળી રહે તે માટેનો કાયદો છે.  

ઘરેલુ હિંસાના કાયદાનીચે જેમ સલાહકારની જોગવાઈ છે, તેમ સુરક્ષા અધિકારીએટલે કે પ્રોટેક્શન ઓફિસરની ફરજો અંગેની કલમ-33માં પણ જોગવાઈ છે અને તે જોગવાઈ પ્રમાણે ફરજ ન બજાવવા બદલ પણ દંડની જોગવાઈ છે. આ કાયદા નીચે પારિવારિક હિંસાની વ્યાખ્યામાં શારીરિક શોષણ, જાતીય શોષણ, શાબ્દિક અને લાગણીસભર શોષણ અને આર્િથક શોષણનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે.  

જ્યારે સુરક્ષા અધિકારીની નિમણૂક થાય છે ત્યારે તેમણે ચોક્કસ ફરજો અદા કરવાની હોય છે અને તેના ભાગરૂપે મેજિસ્ટ્રેટને પણ તેનો જે તે કેસની તે દેખરેખ કરતા હોય છે તેમની ફરજોમાં નીચે મુજબની કાર્યવાહી આવે છે.  

(1) સુરક્ષા અધિકારીએ ઘરેલુ હિંસા અંગેની માહિતી લેખિતમાં લેવી જોઈએ અને માહિતી આપનાર વ્યક્તિની તેના પર સહી લેવી જોઈએ અને જો બાતમીદાર સુરક્ષા અધિકારીને લેખિતમાં માહિતી આપવાની સ્થિતિમાં ન હોય તો સુરક્ષા અધિકારીએ આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ રાખવી પડશે અને તેની નોંધ (રેકોર્ડ) પણ રાખવી પડશે. (2) ફોર્મ-4 અંગ્રેજીમાં અથવા સ્થાનિક ભાષામાં હશે, તેમાં આપ્યા પ્રમાણે અધિનિયમ હેઠળ ફરિયાદી વ્યક્તિના અધિકારોની માહિતી આ વ્યક્તિને આપવી.  

(3) રાજ્યના કાનૂની સહાય સેવા સત્તામંડળ દ્વારા દુઃખી/ફરિયાદી વ્યક્તિને કાનૂની સહાય આપવાની પ્રક્રિયા પણ કરવાની હોય છે.  

(4) તબીબી સહાય આપવામાં દુઃખી વ્યક્તિ તથા બાળકને સહાય કરવી.  

(5) દુઃખી વ્યક્તિ તથા કોઈપણ બાળકને આશ્રયસ્થાન સુધી પરિવહનની વ્યવસ્થા મેળવવામાં સહાયતા કરવી.  

(6) અધિનિયમ હેઠળ નોંધાયેલા સેવા આપનારાઓને માહિતી આપવી અને સલાહકારો તરીકે નિયુક્તિ માટે અરજીઓની ચકાસણી છાંટણી કરવી અને પ્રાપ્ય સલાહકારોની યાદી મેજિસ્ટ્રેટ આગળ મોકલવી.  

(7) અધિનિયમ નીચે મોકલાયેલ અહેવાલ (રિપોર્ટ) અને દસ્તાવેજોની નોંધ (રેકોર્ડ) અને નકલો રાખવી અને જાળવવી.  

(8) ફરિયાદી વ્યક્તિ અને બાળકોને એ રીતે તમામ શક્ય સહાય આપવી કે જેથી ઘરેલુ હિંસાના બનાવની જાણ કરવાના પગલે તે દુઃખી વ્યક્તિ ભોગ ન બને કે તેના પર દબાણ કરવામાં ન આવે.  

(9) સેવા આપનારાઓ, તબીબી સુવિધા તથા તેના અધિકાર ક્ષેત્રમાં રહેલાં આશ્રયગૃહોનો યોગ્ય રેકોર્ડ જાળવવો.  

 જો કોઈ સુરક્ષા અધિકારી સુરક્ષા આદેશમાં જણાવ્યા મુજબ તેની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય કે ઈન્કાર કરે તો તેને  એક વર્ષ સુધીની કેદ અથવા રૂપિયા વીસ હજાર સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.  

આમ, આ કાયદા નીચે મહિલાને હિંસામાંથી મુક્તિ અપાવવા અને તે એક સુરક્ષિત જીવન જીવી શકે તે માટે અનેક જોગવાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો