મહીસાગર શાળા સંચાલક મંડળની મળેલી બેઠક - Sandesh
  • Home
  • Baroda
  • મહીસાગર શાળા સંચાલક મંડળની મળેલી બેઠક

મહીસાગર શાળા સંચાલક મંડળની મળેલી બેઠક

 | 3:27 am IST

 

ા ગોધરા ા

મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળના સાંસદ- કારોબારીની સદસ્યોની બેઠક બાલાસિનોર મુકામે મળી હતી. જેમાં જિલ્લાના ૬ તાલુકાના કારોબારી સદસ્યો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

જે કારોબારીની બેઠકમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ એસ. કે. પટેલ દ્વારા છેલ્લા ત્રણ માસમાં થયેલી કામગીરી અને રજૂઆતો વિશે વિસ્તૃત માહિતી અપાઇ હતી. જિલ્લા અધ્યક્ષ કનુભાઇ પટેલે જણાવ્યું કે, શાળા સંચાલકોએ આપની મુશ્કેલીઓની રજૂઆતને રાજ્ય કક્ષાએ પહોંચાડવા માટે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ સિસોદીયા આ પ્રસંગે જણાવ્યુ હતું કે, આગામી સમયમાં શાળા સંચાલક મંડળના પડતર પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે માટે આયોજનબદ્ધ રીતે કામનો ચિતાર રજૂ કર્યો હતો. દરેક સંચાલકોનો અવાજ બુલંદ થાય તેમજ જિલ્લામાં કથળતું શિક્ષણનુ સ્તર તથા ગામડાના બાળકનું ભવિષ્ય રુંધાય નહીં તેની જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. શાળાઓને મળતી ગ્રાન્ટનો પ્રથમ હપ્તો સત્વરે ચુકવાય અને પ્રવાસી શિક્ષકોને સમયસર ચુકવણું થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા સૌએ માગ કરી હતી.

;