મહુવાના ગુરૃઆશ્રમ, દેવસ્થાનોમાં ગુરૃપુનમની ઉત્સાહભેર ઉજવણી - Sandesh
  • Home
  • Bhavnagar
  • મહુવાના ગુરૃઆશ્રમ, દેવસ્થાનોમાં ગુરૃપુનમની ઉત્સાહભેર ઉજવણી

મહુવાના ગુરૃઆશ્રમ, દેવસ્થાનોમાં ગુરૃપુનમની ઉત્સાહભેર ઉજવણી

 | 12:19 am IST

(સંદેશ બ્યુરો) મહુવા,તા. ૧૯  

મહુવા તાલુકો સંતોની ભુમી બન્યો છે. પંથકમા બગદાણા બજરંગદાસ બાપા તેમજ પરમકુટીયા આશ્રમ નારણદાસદાસ બાપુ,સિધ્ધ ગણેશ આશ્રમ મહંત, મધુસુદનગીરીજી(નેપાળીબાપુ) તથા મહુવા શહેરમાં રાધેશ્યામબાપુ,મોટી જાગધાર ગામે અટલ આશ્રમમાં મંગળવારના રોજ ગુરૃપૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ર્ધાિમક કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.  

જેમાં મહુવાના સથરા ગામે આવેલ પરમકુટીયા આશ્રમ ખાતે ગુરૃપૂનમ નિમિત્તે આરતી,ગુરૃપુજન,બાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા,જયારે મોટા ખુંટવડા ખાતે આવેલ સિધ્ધ ગણેશ આશ્રમ (નેપાળીબાપુ)મા ગુરુપુનમના દિવસે ગુરૃ પુજન સહીતના કાર્યક્રમો યોજાયા હતા, તાલુકાના બગદાણા ખાતે પણ બજરંગદાસ બાપાના આશ્રમમાં પણ રાબેતા મુજબ ગુરૃપૂનમની ઉજવણી થઈ હતી. જયારે મહુવા શહેરમાં આવેલ રાધેશ્યામ મંદિર ખાતે ગુરૃપુનમની પૂજા, અર્ચન સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહુવા શહેર અને તાલુકામાં અનેક આશ્રમો તેમજ દેવ સ્થાનોમાં ગુરૃપુનમની ઉજવણી પ્રસંગે ભાવિકો ઉમટયા હતા.