મહુવામાં દલિતોની રેલી ઃ તોડફોડ, પોલીસ સાથે ઘર્ષણ - Sandesh
  • Home
  • Bhavnagar
  • મહુવામાં દલિતોની રેલી ઃ તોડફોડ, પોલીસ સાથે ઘર્ષણ

મહુવામાં દલિતોની રેલી ઃ તોડફોડ, પોલીસ સાથે ઘર્ષણ

 | 10:22 pm IST

(સંદેશ બ્યુરો)          મહુવા, તા.૨૦  

ઊનાના સમઢિયાળા ગામે દલિતો પર થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર ગુજરાત બંધનું એલાન અપાયું હતું. જેના પગલે મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે સવારે ૧૧ કલાકે વિશાળ સંખ્યામાં દલિત અગ્રણીઓ એકત્રિત થયા હતા.
 ભાદ્રોડથી દલિત આગેવાનો મહુવા પહોંચ્યા હતા. જ્યાં ક્લેક્ટર કચેરીએ જઇ મહુવા બંધની જાણ કરી હતી ત્યારબાદ ૧૫૦૦થી વધુ દલિત આગેવાનોનું ટોળુ બંધ કરાવવા નિકળ્યું હતું જેમાં કેટલીક જગ્યાએ સામાન્ય તોડફોડ કરાતા મહુવા પી.આઇ. માંજરીયાએ દલિત આગેવાનોને શાંતિપૂર્ણ રેલી યોજવા કડક તાકિદ કરી હતી ત્યારે થોડીવાર પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ ત્યારબાદ દલિત અગ્રણીઓએ શાંતિપૂર્ણ રેલી યોજવાની ખાતરી આપ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી ગઇ હતી. મહુવામાં શાળા, કોલેજ, હિરા બજાર સહિતની બજારો સજ્જડ બંધ રહી હતી. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે મહુવા પીઆઇ માંજરીયા, પીએસઆઇ પરમાર, પીએસઆઇ દવે, બગદાણા પીએસઆઇ રીઝવી સહિતના ખડે પગે રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન