મહુવામા મીઠાઈ - ફ્રસાણમા વ્યાપક ભેળસેળની ઉઠેલી રાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • મહુવામા મીઠાઈ – ફ્રસાણમા વ્યાપક ભેળસેળની ઉઠેલી રાવ

મહુવામા મીઠાઈ – ફ્રસાણમા વ્યાપક ભેળસેળની ઉઠેલી રાવ

 | 4:06 am IST

ા મહુવા (સંદેશ-બ્યુરો)-ા

મહુવા શહેરમાં તહેવારોની સીઝન ચાલુ છે ત્યારે મીઠાઇ અને ફ્રસાણની દુકાનો દ્વારા અંદરો અંદરની હરીફઈ વધી છે. મીઠાઈ અને ફ્રસાણમા વ્યાપક પ્રમાણમા ભેળસેળ કરવામાં આવી રહી હોવાની ફ્રિયાદો ઉઠવા પામી છે. નોંધનિય છે કે, મહુવા શહેરમાં વર્ષોથી ફ્ુલ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. જેના કારણે ભેળસેળિયાઓને મોકળું મેદાન મળી ગયુ છે. ભેળસેળવાળી મીઠાઈ અને ફ્રસાણના કારણે લોકો શરદી, ઉધરસ જેવા રોગનો ભોગ બની રહ્યા છે.

મહુવામાં મીઠાઈ અને ફ્રસાણની દુકાનોમાં ભીડ થઈ રહી છે.આવતીકાલે દશેરા પર્વ ઉજવાશે. અત્યારે મીઠાઇ તથા ફ્રસાણ કેટલું ચોખ્ખું અને શુદ્ધ છે તેની ચકાસણી થવી જોઈએ. જે અંગે તંત્ર દ્વારા જન આરોગ્ય અંગે વર્ષોથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મહુવા શહેરની વસ્તી દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરની જનતાના આરોગ્ય સામે ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. હાલમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ચાલી રહ્યા છેત્યારે મીઠાઈઓ અને ફ્રસાણ તથા મીઠાઈઓ ઉપર ચડાવવામાં આવતા વરખ તેમજ દુકાનમાં વપરાતું તેલ ઘી તેમજ દૂધ થી બનતી મીઠાઈ ઉપર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં આવતી નથી. જેના કારણે આ ભેળસેળિયા ઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યુ છે. મહુવા શહેરની જનતાના આરોગ્ય સાથે ચેડા થઇ રહયાં હોય તેમ લાગી રહ્યું છે. મહુવા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્ૂડ ઈન્સ્પેકટરની જગ્યા ખાલી પડેલ છે. ફ્ૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવામાં આવે તો શહેરમાં વ્યાપક રીતે થતી ભેળસેલ પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;