મહુવા પંથકમાં દાનનો અવિરત પ્રવાહ ઃ મુખ્યમંત્રી રાહત કોષમાં ૬૮ લાખ જમા - Sandesh
  • Home
  • Bhavnagar
  • મહુવા પંથકમાં દાનનો અવિરત પ્રવાહ ઃ મુખ્યમંત્રી રાહત કોષમાં ૬૮ લાખ જમા
 | 4:09 am IST

ા મહુવા (સંદેશાબ્યુરો)ાા

મહુવા તાલુકામાં લોકડાઉન બાદ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી દ્વારા લોકોને આહવાન કર્યા બાદ મહુવા શહેર અને તાલુકાભરમાંથી અગ્રણીઓ તેમજ સ્વેચ્છીક સંસ્થાઓ દવારા શકય તમામ મદદ કરવામાં આવેલ છે આ કામગીરીમાં મહુવાના પ્રાંત અધીકારી ડો.પંકજ બી વલવાઈ,મામલતદાર આર એલ કનેરીયા,ના.મામલતદાર બી ડી મેર તથા એમ કે જોળીયાના સંનિષ્ઠ પ્રયાસોથી રૃા.૬૮ લાખ જેટલી રકમ એકત્ર કરવામાં આવેલ જયારે અન્ય સંસ્થાઓ દ્વાર ફ્ુડ પેકેટો તેમજ રાશન કીટોનું પણ જરૃરીયાતમંદોમાં વિતરણ કરાયેલ છે.

લોક ડાઉનની જાહેરાત બાદ ગરીબ અને જરૃરીયાતમંદ પરીવારો માટે ફ્ુટ પેકટો તેમજ રાશન કીટોમાં ઉંચાકોટડા ટ્રસ્ટ,મુસ્લીમ સમાજ મહુવા,સ્ક્રેપ એશો મહુવા, તરીપીર સરકાર ગ્રુપ,જાતપર બારૈયા સેવા ટ્રસ્ટ,માનવ સેવા ગ્રુપ,ખોડલધામ યુવા સમીતી, તૈયાર ભોજન શહેરમાં ફ્રી ફ્રીને આપતી સંસ્થા ભુખ્યાને ભોજન અન્નરથ ગ્રુપ મેમણ જમાત,વહીવટી તંત્ર,બીએપીએસ સ્વામીનારાયણ મંદીર,મુસ્લીમ સોરઠીયા ઘાંચી જમાત,ભવાની મંદીર ટ્રસ્ટ,વિશ્વ હિન્દુ પરીષદ મહુવા,સબાન એજયુ.ટ્રસ્ટ, ખોજા શિયા ઈશ્ના મદરેસા પાર્ટી,૩ લોકો વ્યકતીગત રીતે સેવામાં જોડાયેલ છે.

જયારે મુખ્યમંત્રી રાહત ફ્ંડમાં દાન આપવામાં બગદાણા બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થા ર૧લાખ, ચિત્રકુટ ધામ તલગાજરડા રપ લાખ,મોગલધામ ટ્રસ્ટ ભગુડા ૧૧ લાખ,માયાભાઈ આહીર લોકસાહીત્યકાર ૧લાખ ૧૧ હજાર,શ્રી વેગડજી ભીલ કાળાજી ભીલ ટ્રસ્ટ ૧લાખ ૧૧ હજાર,મહુવા ખરીદ વેચાણ સંઘ ૧ લાખ પ૧ હજાર, દ્વારકાધીન હવેલી ટ્રસ્ટ ૧ લાખ ૧૧ હજાર, એપીએમસી મહુવા પ લાખ,મહુવા નાગરીક બેંક ૧ લાખ ર૧ હજાર ઓઈલ મીલ એશો. પ૧ હજાર, સ્વામીનારાયણ એજયુ ટ્રસ્ટ ૧૧ હજાર કુલ મળી ૬૮,૬૭,૩૩૩ જેટલી રકમનું દાન અપાયેલ છે દેશમાં જયારે કોરોનાના લીધે આપાતકાળ જેવી સ્થીતી હોવ ત્યારે મહુવા શહેર અને તાલુકાની તમામ સંસ્થાઓ અને અગ્રણી લોકો દવારા તમામ રીતે સમાજમાં ઉદાહરણ બની શકાય તેવી કામગીરી કરેલ છે અને સતત શરૃ રાખેલ છે જેપ્રશંંસા પાત્ર કહેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન