મહુવા સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકી શરૃ કરવા માંગ - Sandesh
  • Home
  • Bhavnagar
  • મહુવા સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકી શરૃ કરવા માંગ

મહુવા સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકી શરૃ કરવા માંગ

 | 12:19 am IST

(સંદેશ બ્યુરો)          મહુવા, તા.૧૯ 

મહુવા શહેર અને તાલુકાના વિકાસને જોતા તેમજ સરકાર દ્વારા ડિસ્ટ્રીટ સિવિલ હોસ્પિટલના દરજ્જાની હોય ત્યારે એક હોસ્પિટલ પ્રિમાઈસીસમાં એક પોલીસચોકી શરૃ કરવા માંગ ઉઠવા પામેલ છે. 

       મહુવા શહેર અને તાલુકામાં વસતી અને વિસ્તાર મુજબ સરકાર દ્વારા મહુવા નગરપાલિકા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જોે આપેલ છે, મહુવા શહેર અને તેના ૧૩૦ જેટલા ગામડાઓ તેમજ જેસર, રાજુલા સહિતના તાલુકાઓમાંથી મારામારી, અકસ્માત જેવા મેડીકોલીજીક કેસીસમાં કાયદાકીય રીતે પોલીસની જરૃર પડે છે, તેવી સ્થિતિમાં મહુવા પોલીસ સ્ટેશન માટે હોસ્પિટલ દ્વારા પોલીસ યાદી કાઢી અપાયા બાદ પોલીસ આવે ત્યાં સુધી દર્દીઓના સગાઓને રાહ જોવી પડતી હોય છે અને તેમનો સમય પણ બગડે છે. આવી સ્થિતિમાં મહુવા હોસ્પિટલમાં અલગ સ્ટાફની ફાળવણી સાથે એક પોલીસ ચોકી ફાળવવા માંગ ઉઠવા પામી છે.