માંગરોળ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોમાં મતદાન સંપન્ન

10
  • આવતીકાલે મામલતદાર કચેરી ખાતે ગણતરી થશે

સુરત, તા. ૧૯

માંગરોળ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સદસ્યો માટે તા. ૧૯ના રવિવારે સવારે આઠ કલાકથી મતદાનની પ્રક્રિયા  શાંતિપૂર્ણ માહેલમાં સંપન્ન થયું હતુ.

માંગરોળ તાલુકાની કટવાવ ગ્રૂપ, ધોળીકુઈ ગ્રૂપ, પાતલદેવી, છમુછલ અને મોલવણ આ પાંચ ગ્રામ પંચાયતોમાં રવિવારે મતદાન થયું હતુ.  કટવાવ ગ્રૂપમાં ૮૨૦, ધોળીકુઈ ગ્રૂપમાં ૯૮૪, પાતલદેવીમાં ૧૦૩૮, છમુછલમાં ૬૩૮ અને મોલવણમાં ૭૧૧ મતદારોનો સમાવેશ થાય છે.  જોકે બપોરના બે વાગ્યા સુધીમાં ખૂબ ભારે મતદાન છમુછલને બાદ કરતાં ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયતોમાં થયું છે. બે વાગ્યા સુધીમાં માંગરોળ ચૂંટણી કંટ્રોલ રૃમ ખાતે નોંધાયેલા આંકડા મુજબ કટવાવ ગ્રૂપમાં ૬૭૯ (૮૩ ટકા), ધોળીકુઈ ગ્રૂપમાં ૮૩૯ (૮૫ ટકા), પાતલદેવીમાં ૮૭૦ (૮૪ ટકા), છમુછલમાં ૩૭૪ (૫૯ ટકા), મોલવણમાં ૬૫૫ (૯૨ ટકા) મતદાન થયું  છે. આમ સૌથી ઓછું છમુછલમાં ૫૯ ટકા અને સૌથી વધુ મોલવણમાં ૯૨ ટકા મતદાન નોંધાયું છે. આવતીકાલે તા. ૨૧ના મંગળવારે સવારે નવના ટકોરે માંગરોળ, મામલતદાર કચેરી ખાતે મતગણતરી શરૃ કરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મતગણતરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે. એમ સૂત્રોએ જણાવ્યું છે.