માંડવીના તત્કાલીન મહિલા ઁજીૈં અને એલસીબી પીઆઇ સસ્પેન્ડ - Sandesh
  • Home
  • Newspaper
  • માંડવીના તત્કાલીન મહિલા ઁજીૈં અને એલસીબી પીઆઇ સસ્પેન્ડ

માંડવીના તત્કાલીન મહિલા ઁજીૈં અને એલસીબી પીઆઇ સસ્પેન્ડ

 | 3:00 am IST

  • રેંજ ૈંય્ના સપાટાથી પોલીસ બેડામાં હડકંપ

। કીમચારરસ્તા ।

રેંજ આઇ.જી.દ્વારા આજે માંડવીનાં મહિલા પી.એસ.આઇ. અને જીલ્લા એલ.સી.બી.ના પી.આઇ.ને ફરજ પર બેદરકારીનાં મામલે સસ્પેન્ડ કરી દેવાતા જીલ્લા પોલીસમાં ખળભળાટ મચ્યો છે.

પખવાડીયા પૂર્વે માંડવી તાલુકાનાં પુના ગામે રેંજ આઇ.જી.ની આર.આર સેલની ટીમે રેડ કરી ૪૦ લાખનો વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. સ્થાનિક પોલીસની ઉઘતી ઝડપી પાડી આર.આર.સેલે કરેલી રેડથી અકળાયેલા જીલ્લા પોલીસવડાએ તાકીદ અસરથી માંડવી મહિલા પી.એસ.આઇ. એસ.એસ.માલની જીલ્લા મહિલા પોલીસમાં શિક્ષાત્મક બદલી કરી દેવામાં આવી હતી. આ બનાવના સપ્તાહ બાદ એકશનમાં આવેલા રેજ આઇ.જી.રાજ કુમાર પાંડયને સમગ્રે મામલે માંડવીના તત્કાલીન પી.એસ.આઇ.માલ અને જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.સરવૈયાની ફરજ પ્રત્યેની બેદરકારીની જાણ થઈ હતી. આથી બુધવારે મોડે-મોડે પણ રેજ આઇ.જી.એ પોતાની ફરજ પ્રત્યેની કડકાઇનો દાખલો બેસાડી માંડવીનાં તત્કાલીન મહિલા પી.એસ.આઇ. એસ.એસ.માલ તેમજ એલ.સી.બી.ના પી.આઇ. બી.જે.સરવૈયાની તાકીદ અસરથી સસ્પેન્સશનનો ઓર્ડર કરતા સુરત જીલ્લા પોલીસ બેડામાંં હડકંપ મચ્યો હતો.

;