માંડવીના બે ભાઈ ચોરાઉ મો.સાયકલ સાથે પકડાયાં - Sandesh
  • Home
  • Bhavnagar
  • માંડવીના બે ભાઈ ચોરાઉ મો.સાયકલ સાથે પકડાયાં

માંડવીના બે ભાઈ ચોરાઉ મો.સાયકલ સાથે પકડાયાં

 | 12:12 am IST

ગારિયધાર, તા.ર૦

ગારિયાધાર શહેરની વાલમ હાઈસ્કૂલ નજીકથી આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન પૂર્વબાતમીના આધારે ગારિયાધાર પોલીસમથકના હે.કો. બી.બી.દેસાઈ, હરેશભાઈ અસાડી સહિતનાએ મોટરસાઈકલ લઈને પસાર થતાં ગારિયાધાર તાલુકાના માંડવી ગામે રહેતાં સગા બે ભાઈ રાહુલ ઉર્ફે લાલો ભુપતભાઈ ડેર (ઉ.વ.ર૦) તથા લાખો ઉર્ફે જયેશ ભુપતભાઈ ડેર (ઉ.વ.રર)ને અટકાવી બાઈકના કાગળો માગતા જે નહિ હોવાનું કહેતાં પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

જેને પોલીસમથકે લઈ જઈ કડક પૂછપરછ કરતાં બન્નેએ તેની પાસેની બાઈકની ચોરી સ્થાનિક સીતારામ હોસ્પિટલ કેમ્પસમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે લાલ આંખ કરતાં બન્ને આરોપીએ વધુ ત્રણ મોટર સાઈકલની ચોરી કર્યાની કબુલાત આપતાં પોલીસે કુલ રૃા.૯૦,૦૦૦ની કિંમતની ચાર મોટર સાઈકલ કબજે લઈ બન્ને સગાભાઈ વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પો.કો.અનીલ પાવરા, જીતુભાઈ ડાંગર, રાકેશભાઈ વગેરે જોતરાયા હતા.