માંડવી રોડ પર આવેલા વેપારીના ઘરમાંથી રૃ. ૧૨ લાખની ચોરી થઇ - Sandesh
  • Home
  • Baroda
  • માંડવી રોડ પર આવેલા વેપારીના ઘરમાંથી રૃ. ૧૨ લાખની ચોરી થઇ

માંડવી રોડ પર આવેલા વેપારીના ઘરમાંથી રૃ. ૧૨ લાખની ચોરી થઇ

 | 3:16 am IST

ભત્રીજા-ભત્રીજીના લગ્ન માટે ઉછીના લીધેલા રૃ.૫ લાખ પણ ગયા

માતાની યાદગારી સ્વરૃપે મૂકી રાખેલી સોનાની ૭ લગડીઓ પણ ગાયબ

ા વડોદરા ા

શહેરના માંડવી રોડ પર શેફી મહોલ્લામાં આવેલા એક વેપારીના વડીલો ર્પાિજત મકાનમાં ત્રાટકેલા જાણભેદું તસ્કરોએ રોકડા રૃ. ૫ લાખ અને સોનાની ૭ લગડીઓ મળી કુલ રૃ. ૧૨ લાખની માલમત્તાની ચોરી કરી હતી. બનાવની વાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રતાપનગર રોડ પર અશોક એપાર્ટમેન્ટમાં રહેતાં કુતુબુદ્દીન અકબરભાઈ ડેસરવાલા હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેમનું વડીલો ર્પાિજત મકાન માંડવી શેફી મહોલ્લામાં આવેલું છે. કુતુબુદ્દીનભાઈના ભત્રીજા અને ભત્રીજીના લગ્ન આવતા હોવાથી તેમણે ગીરીશ શાહ (રહે, માંજલપુર) પાસેથી રૃ. ૫ લાખ ઉછીના લીધા હતા.

આ રૃપિયા તેમણે જૂના મકાનની તિજોરીમાં મુકી રાખ્યા હતા. જ્યારે તેમજ માતાની યાદગીરી રૃપે સોનાની ૭ લગડીઓ પણ સાથે મુકી હતી. ગઈકાલે રાતે ૧૧ વાગ્યે કુતુબુદ્દીન તથા તેમના ઘરના સભ્યો અહીંના જૂના મકાનમાં આવ્યા હતા.

ત્યારબાદ જમીને રાતે સાડા દસ વાગ્યે બધા છુટા પડતાં મકાનને તાળું મારી દીધું હતું. દરમિયાન આજે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે વેપારીને તેમના જમાઈએ ફોન કરી કહ્યું કે, શેફીભાઈના ગોડાઉનના દરવાજાનો નકુચો તુટેલો છે. જેથી તેઓ તેમના ભાઈ સાથે દોડી ગયા હતા અને તપાસ કરતાં તસ્કરોએ તિજોરીમાંથી રોકડા રૃ. ૫ લાખ અને રૃ. સાત લાખની કિંમતની સોનાની સાત લગડીઓની ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું. જ્યારે તેમના બનેવીના શેફી ધાંસીયાના ગોડાઉનમાં તપાસ કરતાં કોઈ ચીજવસ્તુની ચોરી થઈ ન હતી.

;