માઉન્ટ એવરેસ્ટને કવર કરી શકે તેવો ડ્રેસ - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Kids World
  • માઉન્ટ એવરેસ્ટને કવર કરી શકે તેવો ડ્રેસ

માઉન્ટ એવરેસ્ટને કવર કરી શકે તેવો ડ્રેસ

 | 12:57 am IST

ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકોને કોઇ વાર્તા માટે કલ્પના કરવાનું કહો ત્યારે બાળકો અવનવી કેટલીયે કલ્પના કરશે, અને પોતાની કલ્પના અનુસાર વાર્તા બનાવશે, આ કલ્પનામાં આપણે ન ધારેલું પણ કેટલુંય આવતું હોય છે. પણ જ્યારે કલ્પના હકીકત બને ત્યારે નવાઇ લાગે. તાજેતરમાં બનેલો વર્લ્ડ રેકોર્ડ પણ આવી જ એક કલ્પનામાંથી જ હકીકત બન્યો હતો.

ફ્રાન્સના કોડ્રેયમાં કાપડ ઉપર લગાવાતી, તેમજ કાપડમાંથી બનાવવામાં આવતી લેસનો બિઝનેસ ખૂબ વખણાય છે. ફ્રાન્સમાં તેનું ઉત્પાદન કરતી ઘણી ફેક્ટરી છે, આવી જ ફેક્ટરીઓમાંની એક ફેક્ટરી ડાયનામીક લેસ દ્વારા એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અચિવ કરવામાં આવ્યો હતો. આ કંપનીએ કલ્પનાથી પરે કંઇક કરવાનું વિચાર્યું હતું, જે તેની કંપની માટે યાદગાર બની જાય. પછી એક વિચાર થોડા જ સમયમાં અમલમાં આવ્યો. આ કંપનીએ દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ બનાવવાનું નક્કી કર્યું, આ માટે ટોટલ ૧૫ કર્મચારીઓને બે મહિના માટે માત્ર લેસ સ્ટીચ કરવાનું જ કામ સોંપવામાં આવ્યું હતું. આ પંદરે પંદર કર્મચારીઓએ અલગ-અલગ લેસને સ્ટીચ કરીને એક આખો લાંબો પટ્ટો તૈયાર કર્યો હતો. એટલું જ નહીં આ વેડિંગ ડ્રેસની લંબાઇ પણ હંમેશાં યાદ રહી જાય તેટલી રાખવાનું વિચારતી કંપનીએ તેની લંબાઇ એટલી બનાવી કે તે આખા માઉન્ટ એવરેસ્ટને પણ કવર કરી શકે.

વર્લ્ડ રેકોર્ડની વાત થાય એટલે લોકો એટલાં નવા-નવા આઇડિયાની શોધ કરી તેમાં પારંગત બનતા હોય છે કે તેમનો મુકાબલો ભાગ્યે જ કોઇ કરી શકે, પરિણામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળી જાય. ડાયનામીક લેસ કંપનીએ પણ આ જ વિચાર્યું, અને તેમણે બે મહિનાની જહેમત બાદ વેડિંગ ડ્રેસ તૈયાર કર્યો. જેની લંબાઇ ટોટલ ૮,૯૯૫ મીટરની હતી, માઉન્ટ એવરેસ્ટની લંબાઇ ૮,૮૪૮ મીટર છે. આમ આ વેડિંગ ડ્રેસ માઉન્ટ એવરેસ્ટને પણ ઢાંકી શકે તેટલી લંબાઇ ધરાવતો હતો. આ ડ્રેસની ડિઝાઇન મુખ્યત્વે એક ટિપીકલ સફેદ વેડિંગ ગાઉન જેવી જ છે, જેનો પાછળનો હિસ્સો ૮,૯૯૫ મીટર લાંબો રાખવામાં આવ્યો હતો, આ ડ્રેસ આખો લેસમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. ડ્રેસ બની ગયા બાદ મોડેલને તે ડ્રેસ પહેરાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓફિસર સામે ચલાવવામાં આવી હતી, તેની પાછળ ડ્રેસ બનાવનાર પંદર જણા હતા, જેમણે ડ્રેસને ફોલ્ડ કરીને પકડી રાખ્યો હતો, જેથી તે મોડેલ ચાલી શકે. અત્યારસુધીનો આ સૌથી લાંબો વેડિંગ ડ્રેસ છે, અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ સૌથી લાંબા વેડિંગ ડ્રેસ માટે જ મળ્યો છે.