માતા અને માસૂમ પુત્રીના અપમૃત્યુ કેસમાં સનસનીખેજ ખુલાસો  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • માતા અને માસૂમ પુત્રીના અપમૃત્યુ કેસમાં સનસનીખેજ ખુલાસો 

માતા અને માસૂમ પુત્રીના અપમૃત્યુ કેસમાં સનસનીખેજ ખુલાસો 

 | 3:04 am IST

રાક્ષસને શરમાવે તેવું પિશાચી કૃત્ય પિતાએ કર્યું

ા વડોદરા ા  

શહેરના સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં સંયુકત પરીવારમાં રહેતી ૩૬ વર્ષીય માતા અને ૬ વર્ષની માસુમ પુત્રીના રવિવારે મધરાતે થયેલાં અપમૃત્યુના પ્રકરણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને મકાનના ધાબા ઉપરથી મળી આવેલી ઉંદર મારવાની દવાની બોટલે હત્યાના રહસ્યનો ભેદ ઉકેલ્યો છે.  

ગઈકાલ સુધી માસુમીયતનો નકાબ પહેરીને પોલીસની સાથે ફરેલો તેજસકુમાર પટેલ જ પત્ની અને બાળકીની હત્યા કરનાર ખુની દરીંદો નીકળ્યો છે. રવિવારે મોડીરાતે આઈસક્રીમમાં ઉંદર મારવાની દવા ખવડાવી હતી. જેના એક કલાક પછી પત્નીને અચાનક હીચકીઓ શરુ થતાં હત્યારો પતિ છાતી ઉપર ચઢી બેઠો હતો અને ગળુ દબાવીને હત્યા કરી હતી. આ દ્રશ્યો જોઈ રહેલી ૬ વર્ષની માસુમ બાળકી આગળ જતા મુખ્ય સાક્ષી બને તેવી દહેશતથી હત્યારા તેજસે હેવાનીયતની હદ વટાવીને મોતની આગોશમાં જઈ રહેલી માસુમ બાળકીના મો ઉપર તકીયો મુકીને અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. સમા પોલીસે હત્યારા તેજસ પટેલ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.   ત્રણ દિવસ પૂર્વે રવિવારે રાતે સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીના સી૪૮ નંબરના મકાનના ચોથા માળે બેડરુમમાં આ ઘટના બની હતી. અડધી રાતે બે વાગે હાંફળા ફાંફળા થઈને પત્ની અને પુત્રી નીૃેતન અવસ્થામાં છે અને ઉઠતા નથી તેવુ જણાવવા માટે મકાનના ગ્રાઉન્ડ ફલોર સાળા પાસે દોડી આવેલા તેજસના ચહેરા ઉપરથી મંગળવારે સાંજે માસુમીયતનો નકાબ ચીરાયો હતો. ત્યાં સુધી તે પત્ની અને પુત્રીના મોતના સદમાના ભાવ સાથે પોલીસની સાથે રહેતો હતો.  

એફ.એસ.એલ.ની ટીમે આ મકાનના ટેરેસ ઉપર તપાસ કરી તો કાટમાળ નીચેથી ઉંદર મારવાની દવાની બોટલ મળતાં શંકા જન્મી હતી. બીજી તરફ પત્ની શોભનાબેન સાથેના ગૃહ કલેશ અને પ્રેમીકા સાથેના અફેરના કારણો પોલીસને મર્ડરની થીયરી તરફ લઈ ગયા હતા. સમા પોલીસે ઘર જમાઈ તેજસ અંતરસિંહ પટેલની પૂછપરછ કરતાં ડબલ મર્ડરનો પર્દાફાશ થયો હતો. તેજસકુમારે પોલીસ સમક્ષ કબુલ્યુ છે કે રવિવારે મોડીરાતે આઈસક્રીમમાં ઉંદર મારવાની દવા ખવડાવીને પત્ની શોભનાબેન (..૩૬) અને પુત્રી કાવ્યા (..૦૬)ની હત્યા કરી હતી. ડી.સી.પી. લખધીરસિંહ ઝાલાએ આજે બુધવારે બપોરે સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને હકીકત જાહેર કરી હતી. ડબલ મર્ડરના સીલસીલામાં તેજસકુમારની અટકાયત કરવામાં આવી છે. કોવિડ ટેસ્ટ પછી સત્તાવાર રીતે ધરપકડ કરીને રીમાન્ડની કાર્યવાહી થશે

રાજ્યના ૩ ચર્ચાસ્પદ હત્યાના તાર વડોદરા સાથે જોડાયાં 

લવ અફેરના કારણે રાજયના ત્રણ ચર્ચાસ્પદ બનાવોના તાર સીધા વડોદરા સાથે જોડાયા છે. વડોદરા જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. અજય દેસાઈએ તેમની ધર્મપત્નીની હત્યા કરીને લાશ સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી મળી આવેલાં માસુમ બાળકના પિતા સચીન દિક્ષીતે શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા દર્શનમ ઓએસીસ એપાર્ટમેન્ટના ફલેટમાં પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી હતી અને બાળકને ગાંધીનગર મુકીને નાસી છુટયો હતો અને ત્રીજો બનાવ સમા કેનાલ પાસેની ચંદન પાર્ક સોસાયટીમાં બન્યો છે. આ ત્રણ હત્યાના બનાવો પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે

પત્નીપુત્રી મરી ગયા છે તે ચેક કરવા અડધી રાતે બેડરૂમમાં એક કલાક સુધી તેજસ મૃતદેહ પાસે બેસી રહયો  

 સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીના સી૪૮ નંબરના મકાનમાં ખેલાયેલા ખુની ખેલમાં એવી પણ હકીકત સામે આવી છે કે, આરોપી તેજસ પટેલ રવિવારે મધરાતે બેડરુમમાં લગભગ એક કલાક સુધી પત્ની અને પુત્રીની લાશ પાસે બેસી રહયો હતો. બંન્ને જણાંની શ્વાસનાડી ચેક કરીને મરી ગયા છે તેની ખાત્રી કર્યા પછી બેડરુમનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો હતો અને કાવ્યા અને શોભના નીૃેતન છે કોઈ રીએકટ કરતા નથી તેવી હકીકત જાહેર કરી હતી

પિતાએ જ માતાની હત્યા કરી છે તેની સાક્ષી પુત્રીની પણ હત્યા કરી    ઘર જમાઈ તરીકે રહેતાં તેજસ પટેલે પત્નીની હત્યા કરી ત્યાં સુધીના કારણો પોલીસના ગળે ઉતરે તેવા હતા પરંતુ ૬ વર્ષની માસુમ બાળકીની કેમ હત્યા કરી ? તે જાણવા માટે આરોપી તેજસની પૂછપરછ કરતાં તેણે એવી કબુલાત કરી હતી કે, પુત્રીની હત્યા કરવાનો પ્લાનીંગ ન હતો. અલબત્ત બંન્નેવ જણાંને આઈસક્રીમમાં ઉંદર મારવાની દવા ખવડાવી હતી. સૌ પ્રથમ પત્નીને હીચકીઓ શરુ થતાં તરફડીયા મારી રહેલી પત્નીની છાતી ઉપર ચઢી બેઠો હતો અને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. ઘેનની અસરના કારણે માસુમ બાળકી પણ ધીરે ધીરે આંખો બંધ કરી રહી હતી. જો ે આગળ જતા પુત્રી મુખ્ય સાક્ષી બની શકે તેમ હતી અને પછી પુત્રી જયારે મોટી થાય અને તેને ખબર પડે તે મારા પિતા જ મારી માતાના હત્યારા છે તો પુત્રી હંમેશના માટે પિતાની નફરત કરે, પત્નીની હત્યાનો બનાવ જો આત્મહત્યામાં ખપી જાય અને ભવિષ્યમાં પ્રેમીકા સાથે લગ્ન કરવાનો વખત આવે તો તે પુત્રીનો સ્વીકાર ના કરે તેવી ધારણાં સાથે તેજસે તકીયો (ઉસીકુ) લઈને માસુમ બાળકીના મો ઉપર મુકીને ગુંગળાવીને હત્યા કરી હતી

ઉંદરોનો ત્રાસ છે કે નહીં ? જાણવા પોલીસે આખી સોસાયટીના રહીશોના નિવેદન નોંધ્યા 

મકાનના ધાબા ઉપરથી ઉંદર મારવાની દવાની શીશી મળતાં ક્રોસ ચેક કરવા માટે પોલીસે ચંદનપાર્ક સોસાયટીના તમામ રહીશોના નિવેદન નોંધ્યા હતા. રહીશોએ જણાવ્યુ હતુ કે અમારી સોસાયટીમાં ઉંદરો છે જ નહીં, આ એક મોટી શંકા હતી બીજી તરફ પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં ઝેરી દવાના કારણે મૃત્યુ થયુ હોવાનું એક કારણ દર્શાવ્યુ હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;