- Home
- Technology
- માત્ર આટલી ઓછી કિંમતમાં ઈન્ટેક્સે લોન્ચ કર્યો વી 2.0 એન્ડ્રોયડ સ્માર્ટફોન

માત્ર આટલી ઓછી કિંમતમાં ઈન્ટેક્સે લોન્ચ કર્યો વી 2.0 એન્ડ્રોયડ સ્માર્ટફોન

Intex cloud string v2.0 લોન્ચ થનાર ક્લાઉડ સ્ટ્રિંગ એચડી નેક્સ્ટ જનરેશન વર્જન છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 5.1 લોલીપોપ ઓએસ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 5 ઈંચની ઓસનેલ એચડી આઈપીએસ ડિસ્પલે સ્ક્રિન આપવામાં આવી છે. સ્ક્રિન પર 2.5 ડી ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સારા પ્રદર્શન માટે આ સ્માર્ટફોન 1.3 ગીગાહટ્ઝ ક્વોડકોર પ્રોસેસર, 400 જીપીયૂ અને 2 જીબી રેમ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમોરી 16 જીબી છે. એસડી કાર્ડ દ્વારા મેમોરી વધારી શકાય છે.
ઈન્ટેક્સના આ નવા સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ બેક કેમેરો એલઈડી ફ્લેશ સાથે કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2200 એમએએચની બેટરી આપવામાં આવી છે. તે ઉપરાંત આ મોબાઈલની મહત્વની ખાસિયત તે છે કે, આ મોબાઈલના બેક સાઈટે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ મોબાઈલની કિંમત છે માત્ર 6499 રૂપિયા રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન