માત્ર આટલી કિંમતમાં ઈન્ટેક્સે દુનિયાનો પ્રથમ સેલ્ફિસ ઓએસ સ્માર્ટફોન કર્યો લોન્ચ - Sandesh
  • Home
  • Technology
  • માત્ર આટલી કિંમતમાં ઈન્ટેક્સે દુનિયાનો પ્રથમ સેલ્ફિસ ઓએસ સ્માર્ટફોન કર્યો લોન્ચ

માત્ર આટલી કિંમતમાં ઈન્ટેક્સે દુનિયાનો પ્રથમ સેલ્ફિસ ઓએસ સ્માર્ટફોન કર્યો લોન્ચ

 | 6:17 pm IST

ભારતીય કંપની ઈન્ટેક્સે પોતાનો નવો સ્માર્ટફોન intex aqua fish લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જે સેલ્ફિસ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોન જોલા 2.0 ઓએસ પર ચાલે છે. ઇન્ટેક્સ એક્વા ફિસ સ્માર્ટફોનને ઈબે પર વેચાણ માટે રાખવામાં આવ્યો છે. આ મોબાઈલની કિંમત 5499 રૂપિયા રાખવામાં આવી છે.

ઈન્ટેક્સનો આ ડ્યુઅલ સ્માર્ટફોન છે જ્યારે તેમાં 5 ઈંચની મોટી ડિસ્પલે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે.

ઈન્ટેક્સ એક્વા ફિશ એક શાનદાર કેમેરા સ્માર્ટફોન પણ છે. આકર્ષક બોડી ડિઝાઈનવાળા આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે એલઈડી ફ્લેસ સાથે 8 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. આ મોબાઈલમાં 16 જીબી ઈન્ટરનલ મેમોરી અને 32 જીબી સુધી વધારી શકાય છે.
4જી સ્માર્ટફોન

ઈન્ટેક્સનો આ સ્માર્ટફોન 4જી નેટવર્ક પર કામ કરે છે. અન્ય કનેક્ટિવિટી ફિચરના રૂપમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, યૂએસબી જેવા ફિચર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને માર્કેટમાં બ્લેક અને ઓરેન્જ કલર વર્જનમાં ઉપલબ્ધ કરાવે છે.