માત્ર કોન્ટ્રોવર્સી ન થાય તે માટે શાહીદ આર. બાલ્કીની ફિલ્મમાંથી નીકળી ગયો - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • માત્ર કોન્ટ્રોવર્સી ન થાય તે માટે શાહીદ આર. બાલ્કીની ફિલ્મમાંથી નીકળી ગયો

માત્ર કોન્ટ્રોવર્સી ન થાય તે માટે શાહીદ આર. બાલ્કીની ફિલ્મમાંથી નીકળી ગયો

 | 4:45 am IST
  • Share

 શાહીદના નામે કેટલીયે કોન્ટ્રોવર્સી જોડાયેલી છે. તેનું નામ એક સમયે ઘણી એક્ટ્રેસીસ સાથે જોડાઈ ચૂક્યું છે. પણ કરીના સાથેના તેના સંબંધો જગજાહેર રહ્યાં હતા. જોકે કરીના સાથે સંબંધ તૂટયા પછી શાહીદે એ અંગે મૌન સેવી રાખ્યું હતું. ત્યાં સુધી કે આ અંગે કોઇપણ પ્રકારની કોન્ટ્રોવર્સી ન થાય તેનું તેણે ધ્યાન રાખ્યું હતું. આ કારણે શાહીદે ઘણી ફિલ્મો પણ જતી કરી હતી. સામે પક્ષે કરીના પણ શાહીદના નામથી દૂર રહેતી હતી. 2008માં જ્યારે કરીના સૈફ સાથે જોડાઈ ગઈ ત્યારે પણ શાહીદે કોન્ટ્રોવર્સીથી બચવા એક મોટી ફિલ્મ જતી કરી હતી. બન્યું એવું કે આર. બાલ્કીએ શાહીદને એક ફિલ્મ ઓફર કરી હતી. આ ફિલ્મ કરવાની શાહીદને ઘણી ઇચ્છા હતી. તેણે જ્યારે બાલ્કી પાસે વાર્તા સાંભળી ત્યારે તેણે ફિલ્મ કરવાની હા પણ કહી દીધી હતી. ફિલ્મ રોમ કોમ હતી. ફિલ્મની વાર્તા મજેદાર હતી. વાર્તા એક છોકરાની હતી, જેણે એક સમયે પોતાની ગર્લફ્રેન્ડના નામનું ટેટુ કરાવ્યું હતું. પણ ગર્લફ્રેન્ડ સાથે સંબંધ તૂટતાં છોકરાનું ટેટુ માથાના દુખાવાનું કારણ બન્યું હતું. તે તેને કાઢવાના પ્રયત્ન કરતો પણ તે નીકળી શકે એમ નહોતું. તેને સર્જરી માટે અઢળક પૈસાની જરૂર પડે જે તેની પાસે નહોતા. એવામાં તેના જીવનમાં બીજી છોકરી આવે છે, તેનાથી હીરો કઈ રીતે પોતાનું ટેટુ છુપાવવાના પ્રયત્નો કરે છે તેની વાત હતી. શાહીદને વાર્તા મજેદાર લાગી હતી, તેણે હા તો કહી દીધી, પણ આ મૌખિક વાતને થોડા જ દિવસો થયા હશે ત્યાં સૈફે કરીનાના નામનું ટેટુ હાથમાં ચિતરાવ્યું. આ સમાચાર એ સમયે ચોતરફ ફેલાઈ ગયા હતા, કારણ કે સૈફ પહેલો એવો હીરો હતો જેણે આ કામ કર્યું હતું. આ પહેલાં દીપિકા સિવાય બીજા કોઈએ આવું નથી કર્યું. આ અરસામાં કરીના અને સૈફના સંબંધની વાતો ચોરે ને ચૌટે થતી. બધા માટે સૈફનું ટેટુ ચર્ચાનો વિષય હતો.  

 શાહીદે વિચાર્યું કે આ સમયે જો હું આવા જ વિષયની ફિલ્મ કરીશ તો લોકોને વાતો કરવાનું બહાનું મળી જશે. તેથી તેણે બાલ્કીને ના કહી અને ફિલ્મમાંથી નીકળી ગયો. તેણે કોન્ટ્રોવર્સી ન થાય તે માટે જ આ પગલું ભર્યું હતું. જોકે બાદમાં એ વિષય ઉપર ફિલ્મ પણ નહોતી બની

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો