માથાભારે બે ગેંગ ગેસ ચોરીનું રેકેટ ચલાવતી હોવાનો સંચાલકનો આક્ષેપ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • માથાભારે બે ગેંગ ગેસ ચોરીનું રેકેટ ચલાવતી હોવાનો સંચાલકનો આક્ષેપ

માથાભારે બે ગેંગ ગેસ ચોરીનું રેકેટ ચલાવતી હોવાનો સંચાલકનો આક્ષેપ

 | 2:41 am IST

ડિલિવરી બોય ગેસના બોટલો લઈ નીકળે, ત્યારે કેમેરા લઈ રોડ પર ઊભા રહી જાય છે

જલારામ નગરમાંથી પકડાયેલા ગેસ ચોરી કૌભાંડથી માહોલ ગરમાયો

ા વડોદરા ા

કારેલીબાગના જલારામનગરમાંથી શુક્રવારે ઝડપાયેલા ગેસ રિફીંલીંગના કૌભાંડમાં ગેસ એજન્સીના સંચાલકે બે ગેંગના માથાભારે તત્વોને ગેસ ચોરીનું રેકેટ ચલાવે છે, તેવો આક્ષેપ કર્યાે છે.

હેપ્પી હોમ ગેસ ર્સિવસના સંચાલક હિરેન સુખડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૧૧ મહિના પહેલા પણ પુરવઠા વિભાગે મારી એજન્સીના બોટલમાંથી ગેસ ચોરી કરતાં ડિલીવરી બોયને પકડયો હતો. તે વખતે મેં તેની વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગઈકાલે જલારામનગરમાં મારી એજન્સીના રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ રિફીલીંગ કરતાં ત્રણ આરોપીને પોલીસે પકડયાં છે. અગાઉ પણ મેં પોલીસને રજૂઆત કરી હતી કે, ગેસની ચોરી કરાવતાં તત્વોને બેનકાબ કરવામાં આવે. કારણ કે, વડોદરામાં વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ અને વિક્કી કહારની ગેંગ ધાક – ધમકી અને પૈસાના જોરે ગેસ રિફીંલિંગનું કૌભાંડ ચલાવે છે. આ બંને ગેંગ એકબીજાની હરીફ છે અને પોતે સાપ્તાહિક પેપર ચલાવતાં હોવાનું કહી પત્રકારનો રોફ જાડે છે. આ ગેંગના માથાભારે તત્વોે સૌપ્રથમ ગેસ એજન્સીઓ પાસે પૈસા માંગે છે. જો, પૈસા ન આપે તો ડિલીવરી બોય ગોડાઉનમાંથી ગેસના બોટલો ટેમ્પોમાં લઈ નીકળે, ત્યારે રોડ પર કેમેરા લઈ ઉભા રહી જાય છે. ડિલીવરી બોયને અંદર કેટલા બોટલ છે? તેમ પુછી બોટલો ઉતરાવી વજન કરાવે છે. વજન બરાબર હોય તો ટેમ્પોને જવા દે છે અને થોડે આગળ ગયા બાદ આ ગેંગનો જ સાગરિત ફરી ટેમ્પોને રોકી વજન કરાવે છે. અઠવાડિયામાં પાંચથી છ વખત આવું કરેે છે. ડિલીવરી બોયને હેરાન કરી મારો હપ્તો ચાલુ કર, તેમ કહે છે. અગાઉ એક માથાભારે ગુનેગારે મને એવી ધમકી આપી હતી કે, અમારો ધંધો બંધ થશે, તો તમારો ધંધો બંધ કરાવી દઈશું. તેમના પરાક્રમની જાણ પોલીસને કરી હતી, પરંતુ ડિલીવરી બોય આજવા રોડ અને પાણીગેટ વિસ્તારના હોવાથી ફરિયાદ કરતાં નથી.

સ્ન્છના પુત્રની એજન્સી સામે પગલાં લેવા કોંગ્રેસની માગ

ગેસ સિલેન્ડર વિવાદ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હિરેનની ગેસ એજન્સીના માણસો ચોરીમાં સામેલ હતાં. કોરોના મહામારીમાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને આવક નથી ત્યારે આ પ્રકારની લંૂટફાટને બક્ષાય તેમ નથી. કલેક્ટર દ્વારા તે દિશામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આગામી દિવસોમાં વિવાદાસ્પદ ગેસ એજન્સી વિરૃદ્ધ કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરવામાં આવશે.

ગેંગ વિરુદ્વ ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરીશું

ગેસ રિફીલીંગ ચોરી કરવાનું કૌભાંડ બે ગેંગ ચલાવે છે, તેવી રજૂઆત થઈ છે. અમને તેમની વિરુદ્વ ફરિયાદ મળશે, તો ગુના દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરીશું. ગમે તેટલું મજબુત પીઠબળ ધરાવતાં ગુનેગારોને કડક હાથે ડામી દેવામાં આવશે. પોલીસ પણ રાંધણ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરવાના કેસની તપાસ કરી રહી છે. જો, તેમાં કથિત ગેંગની સંડોવણી બહાર આવશે, તો તેમને છોડવામાં નહીં આવે.      આર.બી.બ્રહ્મભટ્ટ, પોલીસ કમિશનર

સ્ન્છની ઝ્રઁને રજૂઆત, આરોપીઓનો નાર્કાેટેસ્ટ કરાવો

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટને લેખિતમાં રજૂઆત કરી છે કે, આરોપીઓના રિમાન્ડ લઈ તેમના નાર્કાેટેસ્ટ કરાવવામાં આવે. કેટલાક માથાભારે તત્વો – દબંગો ટેમ્પો ચાલકો સાથે મળી લોભ-લાલચ તથા ધાક – ધમકીથી ગેસ ચોરી કરાવી, તોડબાજી કરે છે. તેઓના નામ જાહેર કરી તેમને નસ્યત કરવામાં આવે.

નોટબંધી વેળા વૈકુંઠ રૃ.૩૧ લાખ સાથે પકડાયો હતો

આર્યુવેદિક ત્રણ રસ્તા પાસે રહેતો વૈકુંઠસિંહ પવાર ઉર્ફે દબંગ વર્ષ ૨૦૧૬માં નોટબંધી દરમિયાન રૃ. ૩૧ લાખની રદ થયેલી ચલણી નોટો લઈને કારમાં જતો હતો, ત્યારે આર્યુવેદિક ત્રણ રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડયો હતો. વૈકુંઠને તેની પત્નીએ વાઘોડિયા રોડના ફ્લેટમાંથી પરસ્ત્રી સાથે ઝડપી પાડયો હતો. તે વખતે તેણે પત્ની પર હુમલો કર્યાે તો. પોલીસે તેના ફ્લેટમાં તપાસ કરતાંં દારૃની બોટલ પણ મળી હતી. જેથી તેની વિરુદ્વ મારામારી અને દારૃનો કેસ થયો હતો.

ગેંગે નોટબંધીમાં રૃ. ૨.૨૫ કરોડની લૂંટ ચલાવી હતી

પાણીગેટમાં રહેતાં વિક્કી કહારે તેના સાગરિતો સાથે મળી તા. ૨૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી દરમિયાન ભરૃચના બિલ્ડર પાસેથી રૃ. ૨.૨૫ કરોડની લૂંટ ચલાવી હતી. વિક્કી અને તેના સાગરિતોએ જૂની નોટો બદલાવી આપવાના બહાને બિલ્ડરને આજવા ચોકડી નજીકના હાઈવે પર બોલાવી લૂંટી લીધો હતો. જેની બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. લાંબા દિવસો સુધી ભાગતા રહ્યાં બાદ આરોપી કોર્ટમાં સરન્ડર થયો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;