માથામાં ગંભીર ઇજાને પગલે આરોપીને વડોદરા ખસેડાયો હતો - Sandesh
  • Home
  • Baroda
  • માથામાં ગંભીર ઇજાને પગલે આરોપીને વડોદરા ખસેડાયો હતો

માથામાં ગંભીર ઇજાને પગલે આરોપીને વડોદરા ખસેડાયો હતો

 | 1:22 am IST

બોડેલી, તા. ૨૨

બોડેલી પાસેની કલેડિયા માણીબેલી વસાહતના આરોપી અને ઝેરી દ્રવ્ય પી આત્મ હત્યાનો પ્રયાસ કરનાર મનુભાઈ ધનાભાઈ તડવીને બોડેલીની સંગમ હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ દિવસથી દાખલ કરાયો હતો. જયાં આજે દવાખાનાના બીજા માળેથી કુદી આત્મહત્યા કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાની કલેડિયા માણીબેલ વસાહતમાં પ્રેમી પંખીડાઓનો ન્યાય કરવા ભરાયેલી ખાપ પંચાયતના બનાવ સંદર્ભે વાયરલ થયેલા વિડીયોને આધારે પોલીસે મનુભાઈ તડવીની ધરપકડ કરી હતી. જે દિવસે તેના સંખેડા કોર્ટમાંથી જામીન થયા તે દિવસે જ તે લાગણીશીલ બની જઈ પોતે જીવવા માંગતો નથી, મરી જવું છે નુ રટણ કરતો હતો.

ઘરે ઘાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને સારવાર અર્થે પહેલા નસવાડી પ્રા. આ. કેન્દ્ર અને ત્યારબાદ બોડેલીની સંગમ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં છેલ્લા ત્રણ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. દવાખાનામાં આઈસીયુ વિભાગમાંથી તેમને સ્પેશ્યિલ રૃપમાં લઈ જવાયા હતા. જયાં ગઇકાલે સાંજે ૭ વાગે તેઓ રૃમમાં હતા ત્યારે ફરીથી મારે જીવવુ નથી તેમ જણાવતા ઉત્પાદ મચાવ્યો હતો. તેમને કાબુમાં લેવા ત્રણ નર્સો રૃમમાં હાજર હતી. જેમને ધક્કો મારી મનુભાઇએ દવાખાનાની બારીના કાચ તોડીને બીજે માળેથી નીચે ભુસ્કો મારી દીધો હતો. મનુભાઈ કુદકો મારી પડયા તે પાછળની જગ્યા પર એક છાજલી હતી ત્યાં પછડાઈને નીચે કુંડીમાં પડયા હતા. મનુભાઇને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયુ હતું. બપોર પછી મનુભાઈના મૃતદેહને માણીબેલ વસાહત ખાતે લાવાયો હતો. જ્યાં સાંજે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.