માનવસમજની મર્યાદિત સીમારેખાની બહારનું જ્ઞાાન એટલે ધર્મ  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • માનવસમજની મર્યાદિત સીમારેખાની બહારનું જ્ઞાાન એટલે ધર્મ 

માનવસમજની મર્યાદિત સીમારેખાની બહારનું જ્ઞાાન એટલે ધર્મ 

 | 3:00 am IST
  • Share

હિંદુ ધર્મમાં બ્રહ્માંડના વિનાશ અને પુનઃસર્જનની અગણિત ઘટનાને સમજાવવામાં આવી છે!

ઘણીબધી વખત વાતવાતમાં આપણે ધર્મના નામે લડાઈ-ઝઘડા પર ઊતરી આવીએ છીએ. ક્યારેક ચર્ચા તો ક્યારેક વાદ-વિવાદ, ક્યારેક મતભેદ તો ક્યારેક મનભેદ! કોઇ ને કોઇ પ્રકારે અમુકતમુક વિષયો પર લાંબી નિરર્થક ચર્ચા કર્યા પછી સમજાય કે પોતાનો દૃષ્ટિકોણ પુરવાર કરવાથી કોઇ સોનામહોરોનો વરસાદ નથી થઈ જવાનો! માનવસૃષ્ટિના અસ્તિત્વ વિશેની વાતો આદિકાળથી થતી આવી છે, જેનો લગભગ કોઈ અંત નજીકના ભવિષ્યમાં નથી જોઈ શકાતો. વૈજ્ઞાાનિકો પાસે દરેક સિદ્ધાંતો કેવી રીતે કામ કરે છે એ પ્રશ્નનો જવાબ છે પરંતુ એ કોઇ ચોક્કસ પદ્ધતિ અથવા પેટર્નને જ કેમ વળગી રહે છે એની કોઇ માહિતી નથી. સામે પક્ષે, ધર્મગ્રંથોમાં આ સવાલોના જવાબ છુપાયેલા છે પરંતુ ખૂબ ઓછા લોકો એટલા ઊંડાણમાં જવાની કોશિશ કરતાં હોય છે!

ધ્યાનપૂર્વક નજર કરીએ તો, મોટાભાગના ર્ધાિમક ગ્રંથોમાં માણસને કુદરતના હાથની કઠપૂતળી ગણવામાં આવી છે. ભગવદ્ ગીતા અનુસાર મનુષ્ય કર્મ સાથે બંધાયેલો છે. એને નિયંત્રણમાં લાવનાર તત્ત્વ કર્મ જ છે. સારાં અને ખરાબ કર્મોનો હિસાબ તેનું ભવિષ્ય નક્કી કરે છે. ધારો કે, જીવસૃષ્ટિ એક વીડિયોગેમમાં રહેલાં અલગ અલગ પાત્રો હોય તો એ ગેમના ક્રિએટર કોણ છે? ભગવાન વિષ્ણુ. આધુનિક કોન્સેપ્ટથી આ સમગ્ર વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ. પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, ભગવાન વિષ્ણુએ સૃષ્ટિમાં ધબકાર પૂર્યો અને ત્યારબાદ ભગવાન બ્રહ્મા અને મહાદેવ પણ દૃશ્યમાન થયા. આખા દિવસ દરમિયાન બ્રહ્માને પોતાનાં પાત્રોનું સર્જન અને શિવને તેનો વિનાશ કરવાની જવાબદારી સોંપવામાં આવી. બ્રહ્માનો અડધો દિવસ એટલે સૃષ્ટિનું સર્જન અને બાકીનો અડધો દિવસ એટલે એનો વિનાશ.

જેનો સર્વસામાન્ય અર્થ એ કાઢી શકાય કે, જીવસૃષ્ટિ એ ભગવાન બ્રહ્માનું સ્વપ્નમાત્ર છે અને માનવ એ એમાં જીવી રહેલી આભાસી વાસ્તવિકતા છે. વૈજ્ઞાાનિકોએ સાબિત કર્યું છે કે માણસોને આવતાં સ્વપ્નો ફ્ક્ત અમુક સેકન્ડ પૂરતાં જ ચાલે છે, પરંતુ ઘણી વખત એવું બની શકે કે એ ક્ષણિક સ્વપ્નમાં પણ માણસ પોતાના ચાર-પાંચ દાયકા એકીસાથે જીવી જાય! કેટલાકને પોતાના સપનામાં બાળપણનાં વર્ષો અથવા જુવાનીનો સમય દેખાય એ પણ ક્યાં વાસ્તવિક છે? તો શું શક્ય નથી કે ભગવાન બ્રહ્મા પણ પોતાના સ્વપ્નમાં એકીસાથે અબજો વર્ષો જીવી જતાં હોય? થોડાં વર્ષો પહેલાં આવેલી હોલિવૂડ ફ્લ્મિ ‘ઇન્સેપ્શન’નો વિષય પણ આવો જ કંઈક હતોને!

ધર્મગ્રંથો એવું કહે છે કે બ્રહ્માની રાત (અર્થાત્ સ્વપ્નકાળ) પૃથ્વીનાં 4.32 અબજ વર્ષો જેટલી લાંબી છે! એનો મતલબ એમ કે દર 4.32 અબજ વર્ષે પૃથ્વી પર પ્રલય આવે છે, જેમાં જીવસૃષ્ટિનું નામોનિશાન સાફ્ થઈ જાય છે. દિવસકાળ દરમિયાન બ્રહ્માની જાગ્રત અવસ્થામાં પૃથ્વી પર વિનાશની પ્રક્રિયા ચાલુ રહે છે અને ફ્રી ત્યારબાદ નવસર્જનનો પ્રારંભ થાય છે! આ અનંતચક્ર છે, જે ક્યારેય અટકતું નથી. બ્રહ્માનો એક આખો દિવસ બરાબર પૃથ્વી પરનાં 8.64 અબજ વર્ષો!

ચક્રની પૂર્ણાહુતિ પર મહાદેવ સૃષ્ટિનો નાશ કરે છે અને બ્રહ્મા દ્વારા સમય થતાં ફ્રી એમાં પ્રાણ પૂરવામાં આવે છે. બ્રહ્માના આ અડધા દિવસને શાસ્ત્રોમાં ‘કલ્પ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, મહાયુગ (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો સંયોગ!) આવી જ એક થિયરીને આર્યભટ્ટે પોતાના શબ્દોમાં છઠ્ઠી સદીમાં વ્યાખ્યાયિત કરી હતી. બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે એ વાતને તો વૈજ્ઞાાનિકો પણ સત્ય માની ચૂક્યા છે. હાલ પૃથ્વીની ઉંમર જોતાં એવું જણાઈ આવે છે કે બ્રહ્માનો અડધો દિવસ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને ફ્રી એક નવસર્જનની દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે.

પહેલાંના હિંદુ લોકોનું માનવું હતું કે 4.32 અબજ વર્ષનો દિવસ અને 4.32 અબજ વર્ષની રાત, એમ કુલ 8.64 અબજ વર્ષનું ચક્ર 72,000 કલ્પ સુધી ફ્રી રિપીટ થાય છે, જે પૃથ્વી પરનાં કુલ 3,11,040 અબજ વર્ષો બરાબર ગણી શકાય! દેવોની વાત કરીએ તો, એમનો એક દિવસ બરાબર આપણી પૃથ્વી પરના કુલ છ મહિના! તો બીજી બાજુ, એમનું એક વર્ષ બરાબર માણસજાતનાં 360 વર્ષ! જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની પાંપણ ફ્ક્ત એક વખત ફ્રકાવે ત્યાં દેવલોકમાં 12,000 વર્ષ વીતી ગયાં હોય એવું બને! ખેર, હજુ આ થિયરીને સત્ય સાબિત કરી શકાય એવા કોઈ નક્કર પુરાવા વિજ્ઞાાન પાસે નથી.

હિંદુ એકમાત્ર એવો ધર્મ છે, જેમાં બ્રહ્માંડના વિનાશ અને પુનઃસર્જનની અગણિત વખત બનતી ઘટનાને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે! વિજ્ઞાાનનું માનીએ તો, સૂર્ય પણ પોતાની યુવાની માણી રહ્યો છે. જન્મ સમયે ભૂરા રંગનો, હાલમાં તેજસ્વી પીળા રંગનો અને ધીરે ધીરે વૃદ્ધત્વ તરફ્ આગળ વધતાં તે રાતા રંગનો થઈ જશે. એ તેની નિયતિ છે. કૃષ્ણ વારંવાર અર્જુનને કહે છે કે, હે કુંતીપુત્ર! જેઓ દિવસ-રાતને સમજી શકે છે તેઓ જાણે છે કે બ્રહ્માના એક દિવસ અને રાત દરમિયાન પૃથ્વી પર કંઈકેટલાય યુગો વીતી જાય છે. બ્રહ્માના સર્જન અને વિનાશની પ્રક્રિયા દરમિયાન ઘણા જીવો જન્મ-મરણના ચક્રમાં અટવાઈ જાય છે, પરંતુ જે મને પ્રાપ્ત કરી લે છે એ મોક્ષ પામી જાય છે! ત્યારબાદ એ આત્મા જન્મ-મરણના ફ્ેરામાંથી મુક્ત થઈ ઔજાય છે.

સમજવા જેવી વાત એ છે કે માનવસમાજ હજુ પણ એક ચોક્કસ હદરેખાની અંદર રહીને જ વિચારી શકે છે. ધર્મગ્રંથોના અમુક કોન્સેપ્ટ્સ અને લોજિકને સમજવા માટે નવા દૃષ્ટિકોણથી તેના તરફ્ નજર કરવી જરૂરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો