માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડા લોકોના ઘરના આંગણામાં અજવાળું પાથરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડા લોકોના ઘરના આંગણામાં અજવાળું પાથરશે

માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડા લોકોના ઘરના આંગણામાં અજવાળું પાથરશે

 | 4:34 am IST
  • Share

લોકલ ફોર વોકલ : જીવન સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની તાલીમી શાળાના 69 બાળકો દિવાળી પર્વને અનુલક્ષીને દીવડા બનાવી રહ્યા છે

સામાજિક સંસ્થાઓના સહયોગથી દીવડાઓ ઘર ઘર સુધી પહોંચે તેવું આયોજન દર વર્ષે કરાય છે

તૈયાર દીવડાઓના પેકેટનું 70 રૂપિયા લેખે વેચાણ, વેચાણની આવક બાળકોના વિકાસ માટે

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોના સમયે ઘરે ઘરે દીવડા પ્રગટાવવાનું મહત્વ છે. ત્યારે જીવન સ્મૃતી મંદ બુદ્ધીના બાળકોની તાલીમ શાળાના બાળકો હાલ જાતે દીવડા બનાવી રહ્યા છે. આ દીવડાઓનું દર વર્ષે સામાજીક સંસ્થાઓના સહયોગથી વેચાણ કરાય છે અને તેમાંથી થતી આવક બાળકોના વિકાસ માટે ઉપયોગમાં લેવાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષથી વઢવાણના વાઘેલા ગામે આવેલી જીવન સ્મૃતી મંદબુદ્ધિના બાળકોની તાલીમ શાળાના બાળકો જાતે દીવડા બનાવે છે. આ બાળકોના દીવડા થકી લોકો પોતાના આંગણામાં અજવાળું પાથરે છે.  જીવન સ્મૃતી તાલીમ શાળાના ચંદ્રીકાબેન આચાર્ય અને સ્વપ્નીલભાઈ કોટકે જણાવ્યું કે,  શાળામાં 69 મંદબુદ્ધીના બાળકો છે. જેઓ માનસિક રીતે દિવ્યાંગ છે. બાળકોને શાળાના શિક્ષક જયંતીભાઈ વરમોરા, નીતાબેન દવે દ્વારા દીવડા બનાવવાની તાલીમ અપાઈ છે. જેમાં બાળકો જાતે દીવડા બનાવે છે. જેમાં બાળકોના ગ્રૂપ બનાવી નંખાયા છે. અમુક બાળકો દીવડાને પેઈન્ટીંગ કરે છે. અમુક ડીઝાઈનીંગ, ટીકા લગાવે, બોક્સ બનાવે છે. તૈયાર થયેલા દીવડાઓ 1 પેકેટના 70 રૃપિયા લેખે વેચવામાં ઔઆવે છે. એક પેકેટમાં 6 દીવડા હોય છે. ચાઈનીઝ દીવડાના જોર સામે લાકો અમારી સંસ્થાના બાળકો દ્વારા તૈયાર થયેલા દીવડાઓ ખરીદે છે. ગત વર્ષે આશરે 500 પેકેટે દીવડા વેચાયા હતા. જેથી રૃપિયા 35 હજાર જેટલી આવક સંસ્થાને થઈ હતી. અમારા બાળકોએ બનાવેલા દીવડા વેચાય તે માટે રોટરી કલબ ઓફ હળવદ, રોટરી કલબ ઓફ વઢવાણ, જૈન જાગૃતી સેવા ટ્રસ્ટ તેમજ વિવિધ શાળાઓ સહયોગ આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો