માન સરોવરની તપાસમાં ત્રીજા દિવસે પણ આઈ.ટી.ના ગોથા - Sandesh
  • Home
  • Surat
  • માન સરોવરની તપાસમાં ત્રીજા દિવસે પણ આઈ.ટી.ના ગોથા

માન સરોવરની તપાસમાં ત્રીજા દિવસે પણ આઈ.ટી.ના ગોથા

 | 11:45 pm IST

સુરત ઃ સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કામરેજના માનસરોવર પ્રોજેક્ટની તપાસમાં કંઈક કાચું કપાયું હોવાની ચર્ચા ઊઠી છે. સતત ત્રણ દિવસથી અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણીના નામે ઉજાગરા કરી રહ્યાં છે, છતાં હજુ સુધી કોઈ સફળતા હાથ લાગી નથી. એક ચર્ચા મુજબ માનસરોવરની તપાસમાં અધિકારીઓ ગોથા મારી રહ્યાં છે. બિલ્ડર ગ્રૂપ કરચોરીની કબૂલાત ન કરવા માટે મક્કમ છે. કારણ કે જો કબૂલાત કરે તો ૩૩ ટકા ટેક્સ વત્તા ૨૦૦ ટકા જેટલી પેનલ્ટી ઉપરાંત વ્યાજ વગેરેની ગણતરી મુકતા ૩૦૦ ટકા જેટલી કર ભરવાની જવાબદારી બને છે, તેથી અધિકારીઓએ દસ્તાવેજોની તપાસ કરવા મજબૂર બન્યા છે. ૩૨૦૦ ફ્લેટ અને ૨૦૦ દુકાનો ઉપરાંત અન્ય પ્રોજેક્ટ મળી ખૂબ ફાઈલો હોય અધિકારીઓને પરસેવો વળી રહ્યો છે.