મામાની દીકરીના ફોટા વાયરલ કરવા ધમકી આપી પિતરાઇએ દુષ્કર્મ આચર્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મામાની દીકરીના ફોટા વાયરલ કરવા ધમકી આપી પિતરાઇએ દુષ્કર્મ આચર્યું

મામાની દીકરીના ફોટા વાયરલ કરવા ધમકી આપી પિતરાઇએ દુષ્કર્મ આચર્યું

 | 3:41 am IST

જીછમાં રહેતા પતિનાં ૪ લાખ પડાવી લેનાર સાવકા ભાઇની કરતૂત

પતિએ ધંધા માટે આપેલા ૪ લાખની ઊઘરાણી કરતાં પરિણીતા સાથે દુષ્કર્મ

ભરૂચ ઃ ભરૂચ શહેરમાં રહેતી પરિણીતા અને સંબંધમાં મામાની દીકરીને એક હોટલમાં બોલાવી જબરજસ્તી નિર્વસ્ત્ર કરી મોબાઇલમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર દુષકર્મ કરનાર ફોઇના દીકરાને શહેર પોલીસે હીરાસતમાં લઇ લીધો છે. દુષ્કર્મ કરનાર શખસે તેના મામાની દીકરીના દક્ષિણ આફ્રિકામાં રહેતા પતિ પાસેથી ધંધા માટે ૪ લાખ રૂપિયા લીધા બાદ પરત ન કરતાં ઊઘરાણી કરતા સમગ્ર ઘટના બની હતી.

ભરૂચની પરિણીતાનો પતિ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. દરમિયાન ૨૦૧૫ પહેલાં જંબુસરનાં દેવલા ગામે રહેતાં ઇબ્રાહીમ અલી ઇસમ પટેલે ધંધામાં રોકાણ કરવા માટે ૪ લાખ રૂપિયા લીધા હતા. નાણાં પરત કરવામાં ન આવતા સંબંધમાં મામાની દીકરીએ પોતાના આફ્રિકા સ્થિત રહેતા પતિ દ્વારા આપવામાં આવેલા ૪ લાખ રૂપિયાની ઉઘરાણી શરૂ કરતાં ઇબ્રાહીમે પરિણીતાને શહેરની આરાધના હોટલમાં બોલાવી તેને જબરજસ્તી નિર્વસ્ત્ર કરી તેના મોબાઇલમાં નગ્ન હાલતમાં ફોટા લઇ વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી અવર નવર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધીત ફરિયાદ પરિણીતાએ શહેર એ ડિવિઝન પોલીસ મથક કરતાં પોલીસે જંબુસરના ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એ. કે. ભરવાડ ચલાવી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;