માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરવાવાળા નેતાની શોધખોળમાં લખનૌ અને બલિયામાં છાપામારી - Sandesh
  • Home
  • India
  • માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરવાવાળા નેતાની શોધખોળમાં લખનૌ અને બલિયામાં છાપામારી

માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરવાવાળા નેતાની શોધખોળમાં લખનૌ અને બલિયામાં છાપામારી

 | 12:31 pm IST

બસપા પ્રમુખ માયાવતી વિરુદ્ધ યુપી ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકરની અભદ્ર ટિપ્પણીને કારણે બીએસપી અને ટીએમસીએ રાજ્યસભામાં નોટિસ આપી છે.  તે પછી પોલીસ ભાજપના નેતા દયાશંકરની શોધખોળમાં લાગી ગઈ છે.

લખનૌ અને બલિયામાં તપાસ

લખનૌ પોલીસ કેસરબાગ સ્થિત તેમના ઓફિસીયલ આવાસે પહોંચી છે પરંતુ તે ત્યાં મળ્યાં ન હતાં. બીજી બાજુ દયાશંકરની શોધખોળમાં બલિયા પોલીસ પણ જોડાઈ ગઈ છે. ગુરૂવારની સવારે બલિયા સ્થિત તેમના ગામમાં પણ પહોંચી પરંતુ તે ત્યાં પણ ન મળ્યાં. દયાશંકર વિરુદ્ધ  લખનવમાં એફઆરઆઈ નોંધાવવામાં આવી છે.

બસપા કાર્યકર્તાએ શરૂ કર્યો વિરોધ પ્રદર્શન

દયાશંકરની ટિપ્પણી પર વિરોધ દર્શાવતા બસપા કાર્યકર્તા બીજેપી નેતા વિરુદ્ધ રોડ પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે સવારે મોટી સંખ્યામાં બસપા કાર્યકર્તાએએ બીજેપી અને દયાશંકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.

ધરપકડની માગણી

TMC નેતા ડેરેક ઓ બ્રાયને દયાશંકર સિંહની ધરપકડની માગણી કરી છે. આ મુદ્દે બુધવારે પણ સદનમાં જોરદાર હોબાળો થયો હતો. આજે બીએસપી સહિત અનેક વિપક્ષી દળો ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહના નિવેદન પર સરકારને ઘેરી શકે છે.

માયાવતી પર ભાજપના નેતાની ટિપ્પણીથી મચ્યો હતો હોબાળો
રાજ્યસભામાં બુધવારે વિપક્ષે ભાજપના નેતા દયાશંકરની ધરપકડને લઈને નિંદા પ્રસ્તાવ લાવવાની માગ કરી હતી. જેનાથી ગુજરાતમાં દલિતોના ઉત્પીડનના મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકાર વધુ એક મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન