માયાવતી પર BJP નેતાની અભદ્ર ટિપ્પણીના પગલે BSP અને TMCએ રાજ્યસભામાં આપી નોટિસ - Sandesh
  • Home
  • India
  • માયાવતી પર BJP નેતાની અભદ્ર ટિપ્પણીના પગલે BSP અને TMCએ રાજ્યસભામાં આપી નોટિસ

માયાવતી પર BJP નેતાની અભદ્ર ટિપ્પણીના પગલે BSP અને TMCએ રાજ્યસભામાં આપી નોટિસ

 | 11:15 am IST

બસપા પ્રમુખ માયાવતી વિરુદ્ધ યુપી ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકરની અભદ્ર ટિપ્પણીને લઈને બીએસપી અને ટીએમસીએ રાજ્યસભામાં નોટિસ આપી છે.  TMC નેતા ડેરેક ઓ બ્રાયને દયાશંકર સિંહની ધરપકડની માગણી કરી છે. આ મુદ્દે બુધવારે પણ સદનમાં જોરદાર હોબાળો થયો હતો. આજે બીએસપી સહિત અનેક વિપક્ષી દળો ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહના નિવેદન પર સરકારને ઘેરી શકે છે.

માયાવતી પર ભાજપના નેતાના નિવેદનથી મચ્યો હતો હોબાળો

વાત જાણે એમ હતી કે રાજ્યસભામાં બુધવારે વિપક્ષે ભાજપના નેતા દયાશંકરની ધરપકડને લઈને નિંદા પ્રસ્તાવ લાવવાની માગ કરી હતી. જેનાથી ગુજરાતમાં દલિતોના ઉત્પીડનના મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકાર વધુ એક મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

ઉના મામલે પણ સંસદમાં થયો હતો સંગ્રામ

આ ઉપરાંત ગુજરાતના ઉનામાં દલિતોની પિટાઈ મુદ્દે પણ સંસદમાં હોબાળો ચાલુ છે. આજે પણ વિપક્ષ આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગી શકે છે. આ બાજુ GST જેવા મહત્વના બિલો પર અત્યારસુધી સંસદમાં આમ સહમતી બની શકી નથી. સરકાર આ ચોમાસુ સત્રમાં GST બિલ પાસ કરાવવા ઈચ્છે છે. પરંતુ હોબાળાના કારણે અત્યારસુધી સંસદમાં સકારાત્મકતા જોવા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન