માયાવતી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને પગલે BSPનું લખનૌમાં વિરોધ પ્રદર્શન, ભાજપ બેકફૂટ પર - Sandesh
  • Home
  • India
  • માયાવતી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને પગલે BSPનું લખનૌમાં વિરોધ પ્રદર્શન, ભાજપ બેકફૂટ પર

માયાવતી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને પગલે BSPનું લખનૌમાં વિરોધ પ્રદર્શન, ભાજપ બેકફૂટ પર

 | 9:52 am IST

બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીને વેશ્યાથી પણ ખરાબ ગણાવનારા યુપી ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહ વિરુદ્ધ હવે બીએસપીએ મોરચો માંડી દીધો છે. બીએસપી કાર્યકર્તાઓ ભાજપના નેતા વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લખનૌના હજરતગંજમાં આજે મોટી સંખ્યામાં બીએસપીના કાર્યકર્તાઓએ ભાજપ અને દયાશંકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો.

દયાશંકર વિરુદ્ધ કેસ નોંધાયો

બીએસપી નેતા નસીમુદ્દીન સિદ્દીકીનો આરોપ છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઈશારે દયાશંકર સિંહે માયાવતી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. બીએસપી સાંસદ અને માયાવતીના સલાહકાર સતીષચંદ્ર મિશ્રાએ કહ્યું કે તેઓ આ મામલાને કોર્ટમાં લઈ જશે. આ બાજુ બસપા નેતા મેવાલાલે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં આ નિવેદન બદલ દયાશંકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

ભાજપે 6 વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ

યુપી ભાજના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહના નિવેદનના કારણે ભાજપે નીચુ જોવાનું આવ્યું છે. મામલો ગરમાતા પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. વાસ્તવમાં દયાશંકર સિંહે મંગળવારે ટિકિટ આપવા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે માયાવતી જે રીતે ભાવતાલ કરી રહી છે એ તો કોઈ વેશ્યા પોતાના ધંધમાં પણ કરતી નથી. તેમણે મઉમાં આ નિવેદન આપ્યું હતું જેના લીધે ખુબ હોબાળો મચ્ચો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન