"માયાવતી વેશ્યાથી પણ ખરાબ" : ભાજપ નેતા - Sandesh
  • Home
  • India
  • “માયાવતી વેશ્યાથી પણ ખરાબ” : ભાજપ નેતા

“માયાવતી વેશ્યાથી પણ ખરાબ” : ભાજપ નેતા

 | 5:00 pm IST

ઉત્તર પ્રદેશના ભાજપ ઉપાધ્યક્ષ દયા શંકર સિંહએ બસપા પ્રમુખ માયાવતી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભાજપ નેતાએ ટિકીટ વિતરણ મામલે ટિપ્પણી કરતાં કહ્યું કે, માયાવતી જે પ્રકારનું કામ કરી રહ્યા છે હિસાબે તો કોઇ વેશ્યા પણ પોતાનું કામ નથી કરતી. તેમણે માયાવતીની સરખામણી વેશ્યા સાથે કરી હતી અને કહ્યું કે, તે સૌથી વધુ રૂપિયા આપનારને પાર્ટી ટિકિટ આપે છે.

જેના પર માયાવતીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ નેતાએ આ નિવેદન માયાવતી નથી આપ્યું પરંતુ પોતાની બહેન-પુત્રી માટે આપ્યું છે. આ અંગે માયાવતીએ કહ્યું કે, તેમના આ નિવદેન માટે ભાજપને આખો દેશ કયારેય માફ કરશે નહીં. આ માટે તેમણે દયાશંકર સિંહને ભાજપ માંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

માયાવતીએ કહ્યું કે, ઉપ્ર ભાજપના ઉપાધ્યક્ષે ખરાબ ભાષાનો ઉપયો ગ કર્યો છે. મેં મારું સમગ્ર જીવન દલિતોના વિકાસમાં લગાવ્યું છું. કાંશીરામના બતાવેલા માર્ગ પર આંદોલન ચાલી રહ્યું છે. તેમણે સાથે જ કહ્યું કે, તેમની નિંદા કરવા માટે આભાર, મેં મારા ભાષણમાં કયારે પણ અપશબ્દનો ઉપયોગ કર્યો નથી.

BSPના પ્રમુખ માયાવતી પર વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વહેંચવાનો આરોપ લાગી રહ્યું છે. ભાજપ ઉપાધ્યક્ષે કહ્યું કે, માયાવતીના ટિકિટ વેચવાનાથી કંટાળીને સ્વામી પ્રસાદ મૌર્ય, આર કે ચૌધરી અને જુગલ કિશોર જેવા નેતાઓ પાર્ટી છોડી ચુક્યા છે. આ નેતાઓ કાંશીરામ સાથે જોડાયા હતા અને આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે માયાવતી આગામી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ  વેચી રહ્યા છે. જેના પર માયાવતીએ પહેલા કહ્યું હતું કે, ભાજપ નેતાઓ પોતાની પકડ કમજોર બનાવી રહ્યું છે જેના કારણે તેઓ ગમે તેમ નિવેદન આપી રહ્યા છે. આ તેમની હતાશાની સ્થિતિ દર્શાવે છે. 

ભાજપ ઉપાધ્યક્ષે પોતાના નિેવેદનમાં દયા શંકર સિંહે કહ્યુંકે, માયાવતી કાંશીરામને બદનામ કરવાનું કામ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે દરરોજ નવા રેટ નક્કી થઇ રહ્યા છે. જે સાથે જે તેમણે કહ્યું કે, માયાવતીની વાતની કિંમત વેશ્યા કરતાં પણ ખરાબ છે.