મારગાળા તળાવમાંથી સિંચાઇનું પાણી અપાય છે નહેરના બાંધકામમાં હલકું મટીરિયલ વપરાયાની બૂમો ઊઠી - Sandesh
  • Home
  • Baroda
  • મારગાળા તળાવમાંથી સિંચાઇનું પાણી અપાય છે નહેરના બાંધકામમાં હલકું મટીરિયલ વપરાયાની બૂમો ઊઠી

મારગાળા તળાવમાંથી સિંચાઇનું પાણી અપાય છે નહેરના બાંધકામમાં હલકું મટીરિયલ વપરાયાની બૂમો ઊઠી

 | 3:53 am IST

હીંગલા ગામે નહેરના રિપેરિંગ બાદ પાણી લીકેજ થતાં આૃર્ય

ા સુખસર ા

ફતેપુરા તાલુકાના મારગાળા કાનપુર તળાવમાંથી આસપાસના વિસ્તારોમાં નહેર દ્વારા સિંચાઇનું પાણી આપવામાં આવે છે. જેમાં હિંગલા ગામે નહેર રીપેરીંગ કર્યા બાદ પણ પાણી લીકેજ થઇ વહી જતું હોવાથી પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. નહેર બનાવવામાં મટીરીયલ્સ હલકા પ્રકારનું વપરાયું હોવાની બુમો સાંભળવા મળી રહી છે.

ફતેપુરા તાલુકામાં સિંચાઇના પાણીની સુવિધાનો અભાવ છે. પરંતુ મારગાળા કાનપુર ગામમાં આવેલા તળાવોમાંથી અગાઉ નહેર ચાલતી હતી જે આસપાસના વિસ્તારોમાં શિયાળામાં પાણી આપવાની યોજના ચાલતી હતી. જેમાં નહેરના રીપેરીંગના અભાવે જર્જરીત થઇ નહેરો નષ્ટ થઇ ગઇ છે. જેમાં અમુક ગામોમાં નહેર ચાલી રહી છે. હિંગલા ગામમાં નહેર દ્વારા સિંચાઇનું પાણી આફવામાં આવે છે. જેમાં નહેરનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટર દ્વારા હલ્કુ કક્ષાનું કામ કરવામાં આવતા નહેર લિકેજના કારણે પાણી આમ જ વેડફાઇ જાય છે. અને છતાં પાણીએ ખેડૂતોને પાણી મળી રહેતું નથી. ખેડૂતો દ્વારા પાણી વેરો નિયમિત ભરવામાં આવતો હોવા છતાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

નાળાનું કામ હલકીકક્ષાનું કરવામાં આવ્યું છે

અમો જમીન પ્રમાણે પાણી વેરો ભરીએ છીએ. અમારા ગામમાં નળુ નાળુ બેસાડાયું છે પરંતુ હલ્કી કામગીરી કરાઇ છે. પાણી અપાય ત્યારે લીકેજથી પાણી બહાર નિકળી જાય છે. ખેતરો સુધી પાણી પહોંચતું નથી. વહીવટી તંત્રની મિલીભગતથી કોન્ટ્રાકટર દ્વારા જેમ તેમ કામગીરી કરી દેવાઇ છે. – દિનેશભાઇ કટારા (ખેડૂત હિંગલા)

કેટલાક લોકોએ નહેર પર ઘરો બનાવી દીધા!

નહેરનું કામગીરી કરાવી છે જેમાં મે તપાસ કરતા નબળી કામગીરી હોવાનું ધ્યાને આવ્યું છે. કોન્ટ્રાકટરને જાણ કરી છે. અને કામગીરી કરવા સુચના આપી છે. નહેરમાં પાણી આગળ જતું ન હોવાથી કેટલાક લોકો એ નહેર પર ઘરો બનાવી દીધા છે. જેથી એ દુર કરવા માટે પણ સુચના આપી છે.  – બી.એસ. પારગી (નાની સિંચાઇ યોજના અધિકારી ઝાલોદ)

;