મારું કામ સારું, તમારું ઊતરતું   - Sandesh
1.6M
1M
1.7M
APPS

મારું કામ સારું, તમારું ઊતરતું  

 | 12:30 am IST
  • Share

આ પણે જે વ્યવસાયમાં હોઈએ કે જે કામકાજ દ્વારા આજીવિકા રળતા હોઈએ એના માટે આપણને ગૌરવ જરૃર હોવું જોઈએ, પણ કેટલાકને ગૌરવને બદલે ઘમંડ હોય છે- હું આ ક્ષેત્રમાંથી રોજીરોટી કમાઉં છું. આવા લોકો પોતાનાથી ઊતરતું લાગે એવું કામ કરનારાઓને તુચ્છ ગણતા હોય છે. કેટલાક પોતાનાથી ઘણી ઊંચી કક્ષાનું કામ કરનારાઓ પ્રત્યેનો દ્વેષ એમની બેફામ ટીકા કરીને કરતા હોય છે. કેટલાક પોતાના જેવું જ કામ બીજાઓ દ્વારા કરતા હોય ત્યારે મનમાં રહેલા હરીફાઈના ભાવને લીધે એમનું બૂરું બોલતા હોય છે.

આ ત્રણેય પ્રકારના લોકોની વાત આજે કરવી છે.

સમાજની વ્યવસ્થા કંઈક એવી છે કે કેટલાંક કામ કરવાની શારીરિક ક્ષમતા કે માનસિક દાનત સૌ કોઈની નથી હોતી. કુરિયર ર્સિવસના ડિલિવરીમેન હોય, ટપાલી હોય, ડોમિનોઝ, સ્વિગિ-ઝોમેટો માટે કામ કરનારા હોય- આ સૌ કોઈ દિવસરાત તન તોડીને જે નિયમિતતાથી કામ કરે છે તે બદલ તેઓ તમારા એક સ્મિતના અધિકારી છે. શક્ય હોય તો એમના માટે ઘરમાં પાણીની નાની બોટલો રાખો અને આવે ત્યારે પ્રેમથી એક એમને આપી દો. વધારે શક્ય હોય તો ઘરમાં દરવાજા પાસે ડબ્બામાં દસ-વીસ રૃપિયાની થપ્પી મૂકી રાખો અને એમનો આભાર માનીને બે હાથ જોડીને એક નોટ એમને આપો.

આ જ રીતે બળબળતા તડકામાં ફરજ બજાવતો ટ્રાફિક પોલીસ, રોજ સવારે ઘરે-ઘરે જઈને તમારી ગંદકીનો નિયમિત નિકાલ થાય એ માટે તમારા કચરાની થેલીઓ લઈ જતા સફાઈ કામદાર, રેલવે સ્ટેશને તમારો સામાન પોતાના માથે ઊંચકી લેતા પોર્ટર, કરોડરજ્જુના મણકા ખસી જાય એવી પરિસ્થિતિમાં પણ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા રિક્ષાવાળા, પોતાના કુટુંબને બે ટંકનું ભોજન મળી રહે અથવા પોતાના સંતાનને શિક્ષણ આપીને સારી રીતે આજીવિકા કમાવા માટેની સગવડ કરી આપવા જે લોકો તમારા ઘરમાં કે ઓફિસમાં કે દુકાનમાં કે ફેક્ટરીમાં કે ખેતરમાં તમારો પડતો બોલ ઝીલીને આઠ-દસ-બાર કલાક તમારી સેવા કરે છે- આ બધા લોકોને જોવાની આપણી દૃષ્ટિમાં એમના પ્રત્યેનો આદર છલકવો જોઈએ. આમાંનાં મોટાભાગનાં કામ તમે કરી શકવાનાં નથી. તેઓની પણ ઇચ્છા નથી. કદાચ આ કામ કરવાની પણ એમની મજબૂરી છે. આ મજબૂરી ન હોત તો તેઓ પણ પંખા નીચે ટેબલ-ખુરશી પર બેસીને કે એસી કેબિનમાં કામ કરતા હોત. એમની મજબૂરીનો તમને ફાયદો થાય છે. તમારી દાનત એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની નથી હોતી, પણ ફાયદો થાય છે એટલું તો ચોક્કસ જ છે. આમાંનાં કેટલાંક કામ તો એવાં છે જે તમે ક્યારેય નહીં કરો, મજબૂરી આવી પડશે ત્યારે પણ નહીં, કોઈ તમને મહિને લાખ-દસ લાખ આપવાની ઓફર કરશે તો પણ નહીં કરો.

માટે જ તમને જ્યાં લાગે કે આ લોકો તમારા કરતાં ઊતરતું કામ કરે છે એમના માટે આદરભાવ કેળવીને મનોમન એ સૌને વંદન કરતા રહો.

બીજી કેટેગરી છે તમારા કરતાં ઘણા ઊંચા ગજાનું કામ કરનારાઓની. એક મનુષ્યસહજ ટેવને લીધે આપણે ઘણી વખત મિત્રો સાથેની વાતચીતમાં મોટી સિદ્ધિઓ ધરાવનારાઓને ઉતારી પાડતા હોઈએ છીએ. એમની કોઈ નાની કે મોટી વાત આપણને ના જચી તો એમના વિશે એલફેલ બોલવાનું શરૃ કરી દેતા હોઈએ છીએ. આ મહાનુભાવો રાજકારણ, ધર્મ, અધ્યાત્મ, રમત-ગમત, ફિલ્મ, કલા-સાહિત્ય, ઉદ્યોગ-વેપાર વગેરે કોઈ પણ ક્ષેત્રના હોઈ શકે. એમની ટીકા કરતી વખતે આપણે ભૂલી જોઈએ છીએ કે તેમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે મેળવવાનું તમારું કોઈ ગજું જ નથી. બાપ જન્મારે તમે એ શિખરો સર કરી શકવાનાં નથી. એ સૌ મહાનુભાવોની સરખામણીએ તમે વેંતિયા છો. એમણે આ જગત માટે જે પ્રદાન કર્યું છે તેમની તુલનામાં તમે એક રજકણ જેટલું જ આ દુનિયામાં ઉમેર્યું છે. ક્યારેક તો આ વિશ્વ પાસેથી માત્ર લીધું જ છે, આપ્યું કશું નથી હોતું.

આવી સમજ વિના આપણે આપણાથી હજાર- દસ લાખ ગણા ઊંચાઓના અંગત જીવન વિશે, એમના જાહેર વ્યવહારો વિશે, સંદર્ભ સમજ્યા વિના એમના વિચારો વિશે ગમેત્યારે ગમે તે બોલી નાખીને આપણી લઘુતાગ્રંથિનું પ્રદર્શન કરી નાખતા હોઈએ છીએ. આવા લોકો તમે જે નથી કર્યું કે નથી કરી શકવાના તે કરીને સિદ્ધિના શિખરે પહોંચ્યા હોય છે. એ લોકોને ઉતારી પાડીને આપણે આપણી પોતાની અસમર્થતા, અસંસ્કારિતા અને અક્કલની ઓછપના પુરાવાઓ આપતા હોઈએ છીએ એનું ધ્યાન રાખવું. આઈન્દા, આવી એલફેલ વાતોથી દૂર રહેવું. પોતે તો ન જ કરવી, બીજાઓ કરતા હોય ત્યારે પણ એમને અહીંથી લાધેલું જ્ઞાાન આપવું.

ત્રીજા પ્રકારના લોકો પોતાના જ સરીખું કામ કરનારા, પોતાના જ જેવી જીવનશૈલી ધરાવતા કે પોતે જે સામાજિક-આર્િથક સ્તરના છે એ જ વર્ગમાં મુકાતા લોકોની ટીકા કર્યા કરતા હોય છે. શિક્ષક હશે તો બેંક ક્લાર્ક વિશે ગમે તે કંઈ ભરડશે અને સીએ હશે તો ડોક્ટર વિશે કંઈ ને કંઈ બોલ્યા કરશે. આવું કરવામાં મોટાભાગે આપણી અંદર ઉછાળા મારતો ઈર્ષ્યાભાવ હોય છે. ક્યારેક હરીફાઈનો, પ્રતિસ્પર્ધાનો ભાવ હોય છે તો ક્યારેક બસ આમ જ આપણો સ્વભાવ જ એવો હોય છે કે આપણા જેવા બીજાઓને ઉતારી પાડવા જેથી આપણે આપોઆપ અન્યો કરતાં સુપિરિયર છીએ એવી છાપ પડે.

મુંબઈના અમારા રહેઠાણ વિસ્તારની પાછળ બહુ મોટો બિઝનેસ પાર્ક છે. જેમાં અનેક જાણીતી કંપનીઓની તોતિંગ બી.પી.ઓ ઓફિસો છે. આ બેંક ઓફિસોમાં બિઝનેસ પ્રોસેસ આઉટર્સોિંસગનું કામ કરવા બબ્બે કલાકનો પ્રવાસ કરીને આવતા લોકો માટે ત્રણેય શિફ્ટમાં ઓફિસો ચાલે. આ રળિયામણા બિઝનેસ પાર્કની નજીકથી જતા રસ્તાઓ પર વહેલી સવાર કે મોડી સાંજે જ્યારે જાઓ ત્યારે સેંકડો કર્મચારીઓની અવર-જવર ચાલુ હોય, કાં તો એમની શિફ્ટ શરૃ થઈ હોય કાં શિફ્ટ પૂરી કરીને ઘરે જઈ રહ્યાં હોય. સ્ટાફ માટેની બસો ટ્રાફિક જામ કરતી. દર વખતે હું વિચારું કે થોડા હજાર રૃપિયા માટે કેટલે દૂરથી આ લોકો અહીં આવે છે અને અમારા જેવાના ર્મોિંનગ વોક કે ઈવનિંગ વોકની મજા બગાડે છે. મનોમન આ પ્રકારના લોકોની હાંસી ઉડાવીએ, પણ એક દિવસ અચાનક જ મગજમાં બત્તી થઈ કે મારા બેન્કના ખાતાની વ્યવસ્થા, મારા એટીએમ કાર્ડની વ્યવસ્થા આવી જ બી.પી.ઓની ઓફિસોમાં થતી હશે. આ ઉપરાંત બીજા અનેક ઓનલાઈન વ્યવહારોની સગવડ મને આવી બેક ઓફિસોને કારણે મળતી હશે. જો આ લોકો દિવસ-રાત કામ ન કરતા હોત તો મારે બેંકમાંથી પૈસા ઉપાડવા ટોકન લઈને મિનિટો સુધી રાહ જોવી પડતી હોત. મારા રોજબરોજના આ પ્રકારના અનેક વ્યવહારો બદલ મારે રોજના અમુક કલાકોનો સમય વ્યય કરવો પડતો હોત. શક્તિ ખર્ચવી પડતી હોત. આ લોકોના પ્રતાપે મારું અને મારા જેવા લાખો-કરોડોનું જીવનધોરણ બદલાઈ ગયું છે. આ જ્ઞાાન લાધ્યું ત્યારથી તેમના તરફ જોવાની મારી દૃષ્ટિ સાવ જ બદલાઈ ગઈ. એમની સ્ટાફ બસો હારબંધ પસાર થતી હોય ત્યારે પી.એમ.નો કાફલો પસાર થતો હોય એવા અહોભાવ સાથે હું એને જોતો રહું છું.

બીજાઓ જે કામ કરતા હોય તે- એમનું કામ આદરપાત્ર છે. તમને એ કામ તમારા કરતાં ઊતરતું લાગે, ચડિયાતું લાગે કે સમકક્ષ લાગે એ તમારા મનની વાત છે, પણ આ ત્રણેય પ્રકારનાં કામ કરનારાઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં માન ઉમેરાવું જોઈએ, એમને આદરથી જોવાની ટેવ પાડવી જોઈએ. આ દુનિયા ચાલે છે, આગળ વધે છે, નવાં-નવાં સિદ્ધિ-શિખરો સર કરે છે તે બધું જ આ લોકો કામ કરે છે ત્યારે થાય છે. કામ-વર્ક કોઈનું પણ હોય, એમનું કે આપણું- એ કામ પાછળ અપાતી પ્રત્યેક મિનિટ ભગવાનની પ્રાર્થના માટે ખર્ચાય છે એવું સદીઓથી મનાતું આવ્યું છે. તે કંઈ ખોટી વાત નથી. વર્ક ઈઝ ર્વિશપ એક અનુભવસિદ્ધ વાત છે. દરેકના કામનો આદર કરીએ.

સાયલન્સ પ્લીઝ!

તમારી ગતિ ધીમી હશે તો કોઈ વાંધો નથી, તમે રોકાઈ ન જતા.   – કન્ફ્યુશિયસ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન