મારુતિ સુઝુકીને ઝાટકો, સ્વિફ્ટ, બ્રેઝા અને બલેનોનાં વેચાણમાં ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • મારુતિ સુઝુકીને ઝાટકો, સ્વિફ્ટ, બ્રેઝા અને બલેનોનાં વેચાણમાં ઘટાડો

મારુતિ સુઝુકીને ઝાટકો, સ્વિફ્ટ, બ્રેઝા અને બલેનોનાં વેચાણમાં ઘટાડો

 | 4:14 am IST
  • Share

દેશમાં અગ્રણી કાઉ ઉત્પાદક મારુતિ સુઝુકી માટે ઓક્ટોબર મહિનો વેચાણ માટે વિશેષ નહોતો જોવા મળ્યો. રશલેનના એક રિપોર્ટ અનુસાર વાર્ષિક ધોરણે ઓક્ટોબરમાં કંપનીના વેચાણમાં 33 ટકા ઘટાડો નોંધાયો હતો. આમ તો વેચાણમાં ઘટાડાનું કારણ સેમિકંડક્ટરની અછત બતાવવામાં આવે છે. જોકે કંપનીના અગ્રણી મોડેલ્સની માગ પાછળ પણ વેચાણ ઘટયું હોય તેવું જોવા મળે છે. મારુતિના જણાવ્યા મુજબ સેમિકંડક્ટરની તંગીની અસર નવેમ્બર પર પણ જોવા મળી શકે છે અને 2022માં પણ તે જળવાશે.  

જો મારુતિના અગ્રણી મોડેલ્સની વાત કરીએ તો ઓક્ટોબરમાં સ્વિફ્ટનું વેચાણ 9180 યુનિટ્સ રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 63 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતું હતું. 2020માં સમાનગાળામાં તે 24,589 યુનિટ્સ રહ્યું હતું. બ્રેઝાની વાત કરીએ તો કંપનીનું વેચાણ 34 જેટલું ઘટયું હતું. જ્યારે ડિઝાયરનું વેચાણ 54 ટકા જેટલું ઘટયું હતું. ઓક્ટોબર 2021ના ટોચનું વેચાણ ધરાવતાં 25 મોડેલ્સમાં મારુતિના 10 મોડેલ્સનો સમાવેશ થતો હતો. તેમ છતાં કંપનીના કુલ પેસેન્જર વ્હિકલ્સ વેચાણમાં 33 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. મિનિ તથા મિડસાઈઝ સેડાન સેગમેન્ટ્સમાં પણ વેચાણ ઘટયું હતું. કંપનીનું પેસેન્જર વાહનોનું કુલ વેચાણ ગયા વર્ષે 1.63 લાખ યુનિટ્સ સામે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં 1.08 લાખ યુનિટ્સ રહ્યું હતું. જોકે કંપનીના યુટિલિટી વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી.  

રશલેને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે મારુતિના તમામ મોડેલ્સમાં સૌથી વધુ વેચાણ અલ્ટોનું જોવા મળ્યું હતું. ઓક્ટોબરમાં અલ્ટોનું વેચાણ 17,389 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 17,850 યુનિટ્સની સરખામણીમાં માત્ર 3 ટકા નીચું હતું. જો સપ્ટેમ્બર 2021ની સાથે સરખામણી કરીએ તો અલ્ટોના વેચાણમાં માસિક 43 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં અલ્ટોના 12,143 નંગનું વેચાણ થયું હતું. મારુતિના મોડેલ્સમાં બીજા ક્રમે બલેનો જોવા મળી હતી. જોકે તેનું વેચાણ વાર્ષિક ધોરણે 29 ટકા જેટલું ઘટયું હતું અને તે 15,573 યુનિટ્સ પર રહ્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં તે 21,971 યુનિટ્સ પર જોવા મળતું હતું

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો