મારો બોયફ્રેન્ડ છાનોછપનો બીજી કોઈ છોકરીને મળે છે, એને લવપ્રપોઝ કરાય? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મારો બોયફ્રેન્ડ છાનોછપનો બીજી કોઈ છોકરીને મળે છે, એને લવપ્રપોઝ કરાય?

મારો બોયફ્રેન્ડ છાનોછપનો બીજી કોઈ છોકરીને મળે છે, એને લવપ્રપોઝ કરાય?

 | 12:30 am IST
  • Share

સોક્રેટિસજી, અમારે ત્યાં બધા જ સંદેશના ચાહકો છે. મારા ફેમિલીમાં એ વર્ષોથી વંચાય છે અને અમારા સગાંસંબંધી, મિત્રવર્તુળમાં પણ અમે સંદેશ જ વાંચવા કહીએ છીએ. હું હાલ કોલેજમાં એસ.વાય.માં છું. અમારા ફ્રેન્ડસર્કલમાં બધાને મેં સંદેશ વાંચતાં કરી દીધા છે. એ જ કારણ છે સંદેશની ર્પૂિતઓ અમે કોલેજમાં ભેગા થઈએ ત્યારે બુધવારની ર્પૂિતમાં આવતી આપની કોલમ યૌવનની સમસ્યામાં આવતી સમસ્યા વિશે ચર્ચા કરતા જ હોઈએ છીએ. મારો એક ફ્રેન્ડ તો મને ઘણી વાર કહે છે કે આપણી સમસ્યા અંગે તો ક્યારેક પૂછી જો! એ જ્યારે એવું કહે છે ત્યારે મારું દિલ ધબકવા માંડે છે. સર, હકીકતમાં અમે ખાસ ફ્રેન્ડ છીએ. અને અમે ક્યારેક એકબીજાને જાણે ભૂલથી અથડાયા હોય એમ હગ કરી લઈએ છીએ. અમને બંનેને એકબીજાને સ્પર્શવાનું પણ ગમે છે, પરંતુ હજી અમે એકબીજાને આઈ લવ યુ પ્રપોઝ નથી કર્યું. હમણાં હમણાં મને મારી એક ફ્રેન્ડ મારફત એવી માહિતી મળી છે કે મારો બોયફ્રેન્ડ અનિલ (નામ બદલ્યું છે) કોઈ છોકરીને અવારનવાર મળતો હોય છે. એનો મતલબ કે એ બીજી કોઈ છોકરીને લવ કરે છે. અને મારી સાથે માત્ર ફ્લર્ટ જ કરતો લાગે છે. મને કંઈ જ સમજ પડતી નથી, કારણ કે એ ક્યારેક ક્યારેક કહે છે કે તું યૌવનની સમસ્યામાં આપણા વિશે પૂછી જો! બોલો, હવે તમે જ કહો મારે શું કરવું?

દીપાલી (નામ બદલ્યું છે),

તેં એટલો બધો લાંબો ઈ-મેઇલ કર્યો છે કે, વાંચતાં વાંચતાં મારો દમ નીકળી ગયો. તું અને તારો પરિવાર સંદેશના ખરા ચાહક જણાઓ છો એટલે જ તો અન્ય સૌ કોઈને સંદેશ વાંચવા ભલામણ કરો છો. આભાર!

તને તારા બોયફ્રેન્ડે તમારી સમસ્યા વિશે પૂછવાનું કહ્યું છે તેનો અર્થ તું કહે છે એમ આકર્ષણ હોય શકે. તો પછી તમે પોતે જ આગળ વધી શકો, પરંતુ એવું હોત તો તેં પ્રશ્ન ન કર્યો હોત. એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હોય, પરંતુ તે અભિવ્યક્ત ન થઈ હોય ત્યાં સુધી દિલ ધડકે જ ધડકે. તારો બોયફ્રેન્ડ તને સમસ્યા રજૂ કરવા કહે છે, પરંતુ એણે તને હજુ સુધી પ્રપોઝ તો કર્યું નથી છતાં આવું કહે એટલે તને એવો અંદાજ તો આવી જાય કે એને તારા પ્રત્યે લવ છે અને તનેય તેના પ્રત્યે લવ છે એ વાત તે જાણતો હોવાનું અભિપ્રેત થાય છે. આ બહાને એ તારા મનનો તાગ કાઢવા માંગતો હોય એમ બની શકે. એણે તને આ રીતે પ્રપોઝ કરી દીધું છે એવું પણ માની શકાય, પરંતુ તેની સામે એક નવી જ બાબતે તને શંકાશીલ બવાની દીધી છે. એમાં કંઈક તો છે જ! તને તારી ફ્રેન્ડે કહ્યું છે કે અનિલ કોઈ બીજી છોકરીને મળે છે! હવે સવાલ એ છે કે તે છોકરી છે કોણ એ તને લવ કરતો હોય તો એણે બીજી કોઈ છોકરીને મળવાનો સવાલ જ નથી. એટલે સૌથી પહેલાં તો તું એની પાસેથી જાણી લે કે એ છોકરી કોણ છે! એને એવી રીતે પૂછજે કે એને તું શંકા કરી હોવાનો અંદાજ જ ન આવે. એ તને લવ કરે છે કે નહીં એની પણ ખબર પડી જશે. તમારા બન્ને વચ્ચે ફ્રેન્ડશિપ તો છે જ એ વાત તમે બન્ને જાણો છો અને તેને નકારી શકો એમ પણ નથી. એક વાત ખાસ નોંધવી જરૃરી છે કે છોકરા-છોકરી વચ્ચે ફ્રેન્ડશિપનો સીધો જ અર્થ થાય છે કે બન્ને અરસપરસ કેવાં આકર્ષાયેલાં છો એ તો તું પોતે જ કહે છે. તમે જાણે અજાણતા જ ભૂલથી ભટકાઈ ગયાં હોય એમ એકબીજાને હગ કરીને વર્તો છો! બન્ને જ જાણો છે કો તમે બન્નેની ઈચ્છાથી જ એમ કરો છો. આમ છતાં તમે એકબીજાની દૃષ્ટિમાં સારા દેખાવા માટે અજાણતા જ તેમ થયું હોવાનો દેખાવ કરો છો!

અહીં પ્રથમ નજરે જ તમે બન્ને એકબીજાને લવ કરતાં હોવાનું જણાય છે, આમ છતાં એ નિિૃત કરવું જરૃરી હોવાથી આગળ કહ્યું એમ તું અનિલને તે જે તેને મળે છે તે છોકરી કોણ છે? એ તેની ગર્લફ્રેન્ડ છે કે કોઈ સંબંધી કે પછી તેની મંગેતર? કદાચ કોઈ છોકરી તેની પાસે કોઈ મદદ કે સલાહ માટે આવતી હોય એવુંય બની શકે. એક વાર આ બાબત નક્કી થઈ જાય એ જો એને લવ કરતી હશે તોય અનિલે કબૂલ્યા વિના છૂટકો નથી, કારણ કે એ ન કબૂલે તો તું એ તને લવ હોવાનું પ્રસ્થાપિત થાય અને તું એને પ્રપોઝ કરે એવું એ સમજી જાય, પરંતુ ધારો કે એ તેની ઓળખાણવાળી કે પારિવારિક સંબંધ નીકળે તો? તો તારા માટે સમસ્યા સર્જાય. એ બીજી કોઈને લવ કરતો હોય અને તારી સાથે ફ્લર્ટ કરતો હોય એવું બની શકે. એવું હોય તો તેની પાછળ તેનો ઈરાદો તને ટાર્ગેટ બનાવવાનો હોવાનું સમજી શકાય. એ તારા શરીરને માણવા તકની રાહ જોઈ રહ્યો હોય એવું બની શકે.

હવે ધારો કે એને તે છોકરી સાથે લવ હોય અથવા તે એની મંગેતર હોય તો તારે અનિલ સાથેનો સંબંધ સીમિત બનાવી દેવો પડે અને સમય જતા કાયમ માટે સંબંધ ભૂલી જવો પડે, પરંતુ તે કોઈ ઓળખીતી હોય અને તેની કોઈ અંગત બાબત માટે તેને મળતી હોય એવુંય બની શકે. તો તમારા બન્નેના મૈત્રીસંબંધ આડે હજી સીધી રીતે કોઈ જ અવરોધ નથી. આ બધી જો અને તો જેવી બાબત અંગે જલ્દી ખુલાસો થાય એ જરૃરી છે. એ પછી જ તું આગળ વધી શકશે. એ છોકરી અંગે સ્પષ્ટતા થઈ ગયા બાદ તું અનિલને સીધેસીધું પ્રપોઝ પણ કરી શકે. એ તને લવ કરતો હશે તો તરત પ્રપોઝલ સ્વીકારી લેશે. ત્યારબાદ તમે ઈચ્છો તો આગળ વધી શકો. જોકે તે પછી પણ તમારી સમસ્યા હલ નહીં થઈ જાય. ત્યારે તમારા પરિવારોને પણ એ અંગે જાણ કરવી પડશે. બન્નેના પરિવારોમાંથી કોઈ એક પરિવાર પણ આડો ફાટશે તો તમારા માટે સમસ્યા વધુ ઘેરી બની શકે છે. તમારા બન્ને વચ્ચે લવ કન્ફર્મ થાય પછી તમારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. જોકે એ અંગે વધુ નિર્ણય કરવા કરતાં સમયને અનુરૃપ વર્તવું જરૃરી બની રહેશે.           ટ્વઙ્ઘિરજ્રજટ્વહઙ્ઘીજર.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન