માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસમાં 16,510 મણ કપાસની આવક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસમાં 16,510 મણ કપાસની આવક

માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસમાં 16,510 મણ કપાસની આવક

 | 5:27 am IST
  • Share

  • દિવાળી પહેલાં જ કપાસની સિઝન ધમધોકાર
  • તા.7 ના રોજ 80 કવીન્ટલ, તા 8 ના રોજ 450 કવીન્ટલ, તા 9 ના રોજ 720 કવીન્ટલ અને આજે 1242 કવીન્ટલ કપાસની આવક થઈ અને આજનો ભાવ મણે 1030 થી 1534 રહ્યો
  • એક જ દિવસે યાર્ડમાં 6,210 મણ કપાસ ઠલવાયો

મોરબીમાં દિવાળી પહેલા કપાસની સિઝન શરૂ થઈ ગઈ હોય એમ કપાસની ધમધોકાર આવક થઈ રહી છે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસમાં 16510 મણ કપાસની આવક થઈ હતી. જ્યારે એક જ દિવસે યાર્ડમાં 6210 મણ કપાસ ઠલવાયો હતો. કપાસની હરરાજી કરવામાં આવી હતી.

સામાન્ય રીતે ખેતરોમાં ચોમાસા દરમિયાન વાવેલા કપાસનો દિવાળી પછી ક્રમશ ઉતારો થતો હોય છે, પણ મોરબી પંથકમાં સિંચાઇની સવલત વાળા ખેડૂતોએ વહેલું કપાસનું વાવેતર કરી નાખ્યું હતું. એથી દિવાળી પહેલા જ કપાસના ઉતારા થયા છે અને ખેતરોમાં કપાસના ઢગલા થયા છે. દિવાળી પહેલા જ મોરબીના માર્કેટીંગ યાર્ડમાં કપાસની મબલખ આવક થઈ છે. જેમાં મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તા.6 ના રોજ 310 કવીન્ટલ કપાસની આવક હતી અને કપાસનો ભાવ 1 હજારથી 1500 સુધીનો હતો. જ્યારે તા.7 ના રોજ 80 કવીન્ટલ, તા 8 ના રોજ 450 કવીન્ટલ, તા 9 ના રોજ 720 કવીન્ટલ અને આજે 1242 કવીન્ટલ કપાસની આવક થઈ અને આજનો ભાવ મણે 1030 થી 1534 રહ્યો હતો .જ્યારે 80 કવીન્ટલ ઘઉં, 90 કવીન્ટલ તલ, જીરું 24કવીન્ટલ, મગફ્ળી 104 કવીન્ટલ, બાજરી 33 કવીન્ટલ તેમજ જુવાર, અળદ, મગ, ચણા સહિતની જણસીઓની આવક થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો