માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગુણીની ચોરીને લઈને હોબાળો - Sandesh
  • Home
  • Bhavnagar
  • માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગુણીની ચોરીને લઈને હોબાળો

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગુણીની ચોરીને લઈને હોબાળો

 | 4:53 am IST
  • Share

  વ્યવસ્થા સુધારવા માગ કરાઈ

વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો

ભાવનગર માર્કેટ યાર્ડમા અવાર નવાર તસ્કરીના બનાવો બને છે. જેમા ગત રાત્રે વધુ એક તસ્કરીઓ બનાવ બનતા વેપારીઓએ રોષ વ્યક્ત કરીને હરાજીનો બહિષ્કાર કર્યો હતો. વેપારીઓ યાર્ડના સેક્રેટરી પાસે રજૂઆત માટે દોડી ગયા હતા.

ભાવનગર યાર્ડમાથી મગફ્ળીની બે ગુણીની ચોરી થઈ હતી. જેની અંદાજિત કિંમત 7000 થાય છે. વેપારીઓને મળતા કમિશન સામે ચોરાઈ જતા માલની કિંમત વધુ હોય છે. આથી આજે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કરી અવારનવાર બનતી ચોરીની ઘટના અંગે કાર્યવાહી કરવા માટે યાર્ડના સેક્રેટરી પાસે રજૂઆત કરી હતી. યાર્ડમા સીસીટીવી કેમેરા નથી. જે છે તે બંધ હાલતમા છે.

બીજી બાજુ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા પણ અપૂરતી છે. ત્યારે આ તકનો લાભ લઇ તસ્કરો અવાર નવાર ડુંગળી, મગફ્ળી વગેરે જણસીની ચોરી કરી રહ્યા છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો