માલ્યા તો `બચ્ચા’ કહેવાય દેશના આ ટોચના બેન્ક ડિફોલ્ટર સામે - Sandesh
  • Home
  • Business
  • માલ્યા તો `બચ્ચા’ કહેવાય દેશના આ ટોચના બેન્ક ડિફોલ્ટર સામે

માલ્યા તો `બચ્ચા’ કહેવાય દેશના આ ટોચના બેન્ક ડિફોલ્ટર સામે

 | 12:02 pm IST

દેશના સૌથી મોટા બેન્ક ડિફોલ્ટરની યાદીમાં જતીન મહેતાને ટોચનું સ્થાન મળ્યું છે. વિનસમ ડાયમન્ટ એન્ડ જવેલરી જતીન મહેતાની કંપની છે . આ કંપની બેન્કોના રૂ. 2,2,68 કરોડ ચાઉં કરી ગઈ છે. દેશના ટોચના સાત બેન્ક ડિફોલ્ટરમાં વિજય માલ્યાને ત્રીજું સ્થાન મળ્યું છે.

નાણાકીય વર્ષ 2015-16માં બેન્કો પાસેથી નાણાં નહીં પરત ન કરવા બદલ 7,800ને ડિફોલ્ટર જાહેર કરાયા હતા. આ ડિફોલ્ટરે રૂ. 7,800 કરોડ ઘેર ભેગા કરી દીધા હતા અને પછી હાથ અદ્ધર કર્યા હતાં. જાણીને આશ્ચર્ય થશે કે આ ડિફોલ્ટરોમાં ગુજરાતનો હિસ્સો 15 ટકા જેટલો છે.

કિંગ ફિશર એરલાઈન્સના પ્રમોટર વિજય માલ્યાએ રૂ. 10, હજાર કરોડની રકમ બેન્કોને પરત કરવાની છે પરંતુ ફક્ત રૂ. 1,201 કરોડ માટે જ તેમને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરાયા છે. જતીન મહેતાએ ફક્ત પંજાબ નેશનલ બેન્કને જ રૂ, 1,266 કરોડમાં  ઠંડા પાણીએ નવડાવી છે.

આ ઉપરાંત ઝૂમ ડેવલપર્સે રૂ. 1,710 કરોડ, ફોરએવર પ્રિસિયસ જવેલરી એન્ડ ડાયમન્ડે રૂ. 1,002 કરોડ, બીટા નેપ્થોલે રૂ. 958 કરોડ, ડેક્કન ક્રોનિકલે રૂ. 884 કરોડ અને એસ. કુમાર્સ નેશનવાઈડે રૂ. 600 કરોડની પરત ચુકવણી માટે ઠાગાઠૈયા કર્યા છે.  આ તમામ કંપનીઓ બાકી દેવાની ચુકવણી માટે સક્ષમ હોવા છતાં બેન્કોના નાણાં ચુકવવા બહાનાબાજી કરે છે. મુકેશ ભંડારીની માલિકી ઈલેક્ટ્રોથેર્મ ઈન્ડિયા, સુરતની જેબી ડાયમન્ડસ,પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની નીસા ગ્રુપ ઓફ કંપનીઝ તથા હાલમાં ભાગેડુ એવા સાઈ ઈન્ફો સિસ્ટમ્સ ઈન્ડિયા લિ.નો પણ બેન્કોના મોટાગજાના ડિફોલ્ટરોનો સમાવેશ થાય છે.

ડિફોલ્ટર્સની વાત કરીએ તો જતીન મહેતાની બે કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના નામ છે, પ્રિશિયસ જવેલરી અને વિનસમ. આ ઉપરાંત ફોરેએવર પ્રિસિયસ જવેલરી એન્ડ ડાયમન્ડસ પાસેથી 1,002 કરોડ, બીટા નેપ્થોલ પાસેથી રૂ. 958 કરોડ, ડેક્કન ક્રોનિકલ પાસેથી રૂ. 884 કરોડ અને એસ, કુમાર્સ નેશનવાઈટ પાસેથી રૂ. 6,00 કરોડની બેન્ક વસુલાત બાકી છે.

ડિફોલ્ટર્સની આ યાદી ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોશિયેસને જારી કરી છે.