મિનરલ પ્લાન્ટની આસપાસ ગંદકીના ફોટા પાડવાનું યુવકને ભારે પડી ગયું - Sandesh
  • Home
  • Newspaper
  • મિનરલ પ્લાન્ટની આસપાસ ગંદકીના ફોટા પાડવાનું યુવકને ભારે પડી ગયું

મિનરલ પ્લાન્ટની આસપાસ ગંદકીના ફોટા પાડવાનું યુવકને ભારે પડી ગયું

 | 3:00 am IST

  • આંબોલીમાં યુવક પર હુમલા પ્રકરણમાં દશ સામે ગુનો
  • ઉશ્કેરાયેલા ટોળાએ લાકડીના સપાટા ઝીંકતા યુવક હોસ્પિટલ ભેગો

। કીમચારરસ્તા ।

કામરેજના આંબોલી ગામે પંચાયત માલિકીના આર.ઓ. પ્લાન્ટની આસપાસ ગંદકીના ફોટા પાડી રહેલા ઇસમને માર મારતા દશ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે.

આંબોલી ગામે રહેતા અને અભ્યાસ કરતા વિકાસ સતીષ ચાવડા (ઉં.વ.૨૨, રહે. ચાવડા સ્ટ્રીટ, આંબોલી) બુધવારે કામરેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર પોતાના કૌટુંબિક કાકા જિતેન્દ્ર છગન ચાવડા (ઉં.વ. ૩૭) દ્વારા આજે ગામના અંબરેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં પરત ફરતી વેળા મંદિરની સામે આવેલી ગ્રામ પંચાયત માલિકીના મિનરલ પ્લાન્ટની આસપાસ ગંદકી હોય તેમજ દુર્ગંધ આવતી હોવાથી  પ્લાન્ટની આસપાસ સાફસફાઇના ઉદ્દેશ તેમજ સમસ્યાના નિકાલ માટે ગ્રામ પંચાયત તેમજ અન્ય કચેરીઓમાં રજૂઆત કરવા માટે  મોબાઇલ દ્વારા  ફોટા પાડી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર આસરે ૨૦થી ૨૨ વર્ષીય યુવતીએ જિતેન્દ્રભાઇ ફોટા પાડી રહ્યા હોવાનંુ આસપાસ રહેતા લોકોને જણાવતા ઉશ્કેરાયેલા દશ લોકોએ લાકડીઓ લઇ જિતેન્દ્રભાઇને માર મારતા તેને નજીકની દીનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાબતની ફરિયાદ વિકાસ સતીષ ચાવડા દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે  સંજય બાલા સાટિયા, ગોવિંદ બાલા સાટિયા,  નાગા બાલા સાટિયા, ર્હાિદક સંજય સાટિયા, જયેશ ભાણા સાટિયા, ભીખા ગેલા સાટિયા , દેવા બુટા સાટિયા,  વિશાલ ભાણા સાટિયા, નિખિલ મંગા બુધેલીયા,  નિમેષ નાગા સાટિયા ( તમામ રહે. કામરેજ) અને  જગદીશ લાડ ( રહે. કામરેજ) વિરુદ્ધ પોલીસે ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ એટ્રોસિટી એકટની કલમ ૩(૧)૧૦ તથા ૩(૨)(૫-અ) મુજબ ગુનો નોંધ્યો છે.

;