મિયાગામ દૂધ મંડળીએ રૂપિયા ૮૧,૬૨,૮૮૫ બોનસ આપ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મિયાગામ દૂધ મંડળીએ રૂપિયા ૮૧,૬૨,૮૮૫ બોનસ આપ્યું

મિયાગામ દૂધ મંડળીએ રૂપિયા ૮૧,૬૨,૮૮૫ બોનસ આપ્યું

 | 2:30 am IST

દૂધ મંડળી ૨૫ વર્ષથી પ્રથમ ક્રમે આવે છે

ડેરીએ સ્વ ભંડોળમાંથી સભાસદોને બોનસ આપી દીધું

ા કરજણ ા

વડોદરા જિલ્લામાં ૨૦ થી ૨૫ વર્ષથી પ્રથમ ક્રમે આવતી મિયાગામ દૂધ મંડળીએ સભાસદોને રૂપીયા ૮૧,૬૨,૮૮૫ બોનસ આપ્યુ છે.

૩૨ ટકા ભેંસ અને ૧૬ ટકા પ્રમાણે ગાયનું દૂધ ભરનાર સભાસદોને બોનસ મળશે    બરોડા ડેરીમાં થી ૧૫ સપ્ટેમ્બરે બોનસ આપવાનું છે. જ્યારે મિયાગામ ડેરીએ સ્વ ભંડોળમાંથી સભાસદોને બોનસ આપી દીધુ છે  મિયાગામ દૂધ મંડળીની તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ મંડળીના પ્રમુખ જગદેવસિંહ ફ્તેસિહ પરિહારના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. જેમાં એજન્ડાના તમામ કામો મંજૂર કરી, મિયાગામ દૂધ મંડળીએ ડેરીના સ્વભંડોળમાંથી ૮૧,૬૨,૮૮૫ રૂપિયા દૂધનો ભાવ ફ્ેર બોનસ રૂપે સભાસદોના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ છે. મિયાગામ દૂધ મંડળીના પ્રમુખ જગદેવસિંહ પરિહાર અને બોર્ડ કર્મચારીઓની પારદર્શક વહીવટ ને કારણે છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી જિલ્લામાં પ્રથમ નંબરે મિયાગામ દૂધ મંડળી આવે છે. અને દૂધ ભરતા સભાસદોને દર વર્ષે બોનસ પણ જિલ્લાની દૂધ મંડળીઓ કરતા વધારે આપે છે.    તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ દૂધ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બરોડા ડેરીના અધિકારી સહિત તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં એજન્ડા ના તમામ કામો મંજુર કરાયા હતા અને દૂધ ભરતા સભાસદોને દૂધના ભાવ ફ્ેર બોનસ રૂપે જાહેર કરીને જે સભાસદોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા પણ કરાવી દીધા છે. જેમાં ૩૨ ટકા ભેંસ અને ૧૬ ટકા ગાય પ્રમાણે દૂધ ભરતા સભાસદોને બોનસ આપેલ છે. જેમાં ૭૭,૯૬,૮૦૯ રૂપિયા સભાસદોના બેંક એકાઉન્ટમાં જમા આપેલ અને ૩૬,૬૦૭૬ રૂપિયાની ગિફ્ટ સભાસદોને આપનાર છે. આમ કુલ ૮૧,૬૨,૮૮૫ રૂપિયા સભાસદોને બોનસ રૂપે આપેલ છે. બરોડા ડેરીમાંથી તારીખ ૧૫ સપ્ટેમ્બરે બોનસ આપનાર છે. પરંતુ મિયાગામ દૂધ મંડળી એ પોતાના સ્વભંડોળમાંથી સભાસદોને બોનસ આપેલ છે.   વધુમાં તા.૩૧-૩-૨૨ ના રોજ ચૂંટણી પ્રક્રિયા થનાર છે. જેમાં ઉમેદવારોએ ૧૮૦ દિવસ અને ૭૦૦ લીટર દૂધ ભરેલુ હોવું જોઈએ અને શેરહોલ્ડર પણ હોય તેઓ ઉમેદવારી કરી શકશે, તેમ સાધારણ સભામાં પ્રમુખે જણાવેલ છે.

મિયાગામ દૂધ મંડળીના પારદર્શક વહીવટને કારણે ૨૦ થી ૨૫ વર્ષથી જિલ્લામાં પ્રથમ નંબર આવે છે, અને એવોર્ડ પણ મેળવેલ છે. સાધારણ સભામાં ઉપસ્થિત બોર્ડના અધિકારી મિયાગામ દૂધ મંડળીના પ્રમુખ બોર્ડ અને કર્મચારીગણના સારા વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;