મુંબઈથી કેન્યા જતાં વિમાનનું ટાયર ફાટ્યુ, કર્યુ તાકીદનું ઉતરાણ - Sandesh
  • Home
  • World
  • મુંબઈથી કેન્યા જતાં વિમાનનું ટાયર ફાટ્યુ, કર્યુ તાકીદનું ઉતરાણ

મુંબઈથી કેન્યા જતાં વિમાનનું ટાયર ફાટ્યુ, કર્યુ તાકીદનું ઉતરાણ

 | 12:03 pm IST

મુંબઈની ઉપડેલા કેનિયન એરલાઈન્સના વિમાનને નૈરોબીમાં તાકીદના ઉતરાણની ફરજ પડી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 150 મુસાફરો હતાં. વિમાનનું ટાયર ફાટતાં તાકીદના ઉતરાણની ફરજ પડી હતી

મુંબઈથી ફલાઈટ નં. કેક્યુ 205 સવારે 6.35 વાગે ઉડ્ડયન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય લેન્ડિંગ ગિયર ટાયરમા ફાટવાના નિશાન દેખાયા પછી મુંબઈ એર કન્ટ્રોલ સેન્ટરે પાયલોટને આ અંગેની જાણ કરી હતી.

સૂત્રોએ વધુમાં  ઉમેર્યું હતું કે નૈરોબી એરપોર્ટ પર પાયલોટે વિમાનનું  તાકિદનું ઉતરાણ કરાવ્યું હતું. નૌરોબી પહોંચ્યા પછી ફલાઈટ કમાન્ડરે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. તેમણે ખુબ જ સુંદર કામગીરી બજાવી હતી. બધા જ મુસાફરોને હેમખેમ નીચે ઉતારી દેવાયા હતાં. આ ઘટના અંગે કેનિયન એરવેઝનો તત્કાળ સંપર્ક સાધી શકાયો ન હતો.