મુંબઈથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલર સહિત ૩ ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મુંબઈથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલર સહિત ૩ ઝડપાયા

મુંબઈથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલર સહિત ૩ ઝડપાયા

 | 2:00 am IST
  • Share

શાહઆલમ ચાર રસ્તા પાસે આવેલી હોટેલ માલવા પેલેસના કંપાઉન્ડમાંથી પોલીસે મહારાષ્ટ્રના બે શખ્સો પાસેથી ૬૨ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.  બન્ને આરોપી દાણીલીમડાના પેડલરને એમડીનો જથ્થો આપવા આવ્યા હતા. પોલીસે ૬.૨૦ લાખનું કુલ ૬૨ ગ્રામ ડ્રગ્સ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી છે.

સોમવાર બપોરના સમયે દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, શાહઆલમ ટોકનાકા નજીક આવેલી હોટલ માલવા પેલેસ પાસે મહારાષ્ટ્રથી બે વ્યકિત ડ્રગ્સ આપવા આવી છે, જેથી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા હોટેલ માલવા પેલેસના કંપાઉન્ડમાં બે વ્યકિત ઊભી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે બન્નેની તપાસ કરતા ૬૨ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પૂછપરછમાં એકનું નામ ઔઇરફાન સૈયદ અને બીજાનું નામ સર્જીલ સરગુરૃ હોવાનું જાણવા મળ્યું હતું. બન્નેએ કબૂલાત કરી હતી કે, દાણીલીમડાના રજીન નદીમ સૈયદે એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. તે અમદાવાદમાં છૂટકમાં ડ્રગ્સનો જથ્થો વેચે છે. જેથી પોલીસે ૬૨ ગ્રામ એમડી ડ્રગ્સની કિમંત રૃ.૬.૨૦ લાખ અને રોકડ રકમ ૨ લાખ મળીને કુલ રૃ. ૮.૩૩ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. બીજી તરફ, રજીન સૈયદને દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.જોકે આરોપી રજીન વિરુદ્ધ અગાઉ શહેરમાં પાંચથી વધુ ગુના નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન