મુંબઈનાં મોતનાં તાંડવને રજૂ કરતાં પુસ્તકો અને ફિલ્મો - Sandesh
  • Home
  • India
  • મુંબઈનાં મોતનાં તાંડવને રજૂ કરતાં પુસ્તકો અને ફિલ્મો

મુંબઈનાં મોતનાં તાંડવને રજૂ કરતાં પુસ્તકો અને ફિલ્મો

 | 4:18 am IST
  • Share

26/11 મુંબઇ ત્રાસવાદી હુમલાને કોઈ ભારતીય ભૂલી શકે તેમ નથી. તે સમયે જે સ્થિતિ સર્જાઈ હતી તેણે અનેક લોકોના જીવનમાં ભયાનક ઊથલપાથલ મચાવી હતી. આ હુમલા બાદ તેસમયની સ્થિતિ, ઘટનાઓ, પરિણામો વિશે મીડિયામાં વિવિધ સ્વરૂપમાં ઘટના અને ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્િંટગ થતું રહ્યું છે. તેને પગલે આ ઘટના, તે ઘટનામાં બચી ગયેલા લોકો અને દેશના નાગરિકો પર પડેલી અસરો વિશેની સ્મૃતિ ઝંકૃત થતી રહી છે. થોડા સમય પહેલાં કોંગી નેતા મનીષ તિવારીના પુસ્તકના કારણે આ ઘટના અંગે વિવાદ ઊભો થયો હતો. રાજકીય માહોલ આ પુસ્તકના કારણે ગરમાયેલું છે. આ એક માત્ર પુસ્તક નથી જેણે આ ઘટનાને યાદ કરાવી હતી. સમયાંતરે 26/11 મુંબઇ ત્રાસવાદી હુમલા પછીના ઘટનાક્રમ વિશે તૈયાર થયેલી કેટલીક ફિલ્મ અને દસ્તાવેજી ચલચિત્રો, લખાયેલા પુસ્તકોને અહીં રજૂ કરાયા છે જેમણે દરેક પાસાને પોેતાની રીતે સાબિત કરવાનો પ્રયાસ કરેલો છે.

ધ સેજ ધ એટેક ઓન ધ તાજ

મુંબઇ ખાતેની તાજમહેલ પેલેસ હોટેલમાં ત્રાસવાદીઓ દ્વારા થયેલા ગોળીબાર અને આચરવામાં આવેલી હિંસાનું તેમાં નિરૂપણ છે. એનએસજી પાસે ઉપલબ્ધ માહિતી અને અજમલ કસાબ સામે ચાલેલા ખટલાના દસ્તાવેજોનો અભ્યાસ કરીને આ પુસ્તક લખવામાં આવેલું છે. પુસ્તકમાં પીડિતોના ડરામણા અનુભવો, ત્રાસવાદીઓની હરકતો, ગુપ્ચતર એજન્સીઓ દ્વારા ત્રાસવાદી હુલાની શક્યતા વિશે અપાયેલી ચેતવણી, અને હુમલાની ઘટના બની ગયા પછીના દિવસોનું નિરૂપણ છે.

બ્લેક ટોર્નેડો થ્રી સેઇજ ઓફ મુંબઇ 26/11

ઉન્નીનાથની આ નનફિક્શન રચના મુંબઇ ત્રાસવાદી હુમલા પછી તે ત્રાસવાદી હુમલાઓનો સામનો કરવા તૈયાર થયેલા ભારતના દળ એનએસજી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન બ્લેક ટોર્નેડોનું વર્ણન છે. મુંબઇ પર થયેલા હુમલાથી માંડીને દિલ્હીથી એનએસજી કમાન્ડો સાથે રવાના થયેલા એરફોર્સના વિમાન, નરિમાન હાઉસ ખાતે તેમના ઉતરાણ સહિતના પ્રસંગોને આવરી લેતા આ પુસ્તકમાં ફિદાયની હુમલા અને સુરક્ષા દળો દ્વારા તે હુમલાને ખાળવા થઈ રહેલા પ્રયાસોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પછી પણ મુુંબઇ હુમલા પરની ઘટનાનું દસ્તાવેજીકરણ કરતા અનેક પુસ્તકો બહાર પડી ચૂક્યા છે

26/11, ધ એટેક ઓન મુંબઇ

પેન્ગ્વિન બુક્સ ઇન્ડિયા : આ પુસ્તક તે મુંબઇ પર થયેલા ત્રાસવાદી હુમલાના પ્રાથમિક અહેવાલ, હુમલા વખતે અને તપાસ પછી પત્રકાર વીર સંઘવી દ્વારા આપવામાં આવેલા અહેવાલો અને દૈનિક મુખપત્રમાં તેમના છપાતા રહેલા કોલમ અને લેખોનો સંગ્રહ છે. પુસ્તકમાં હુમલા પછીના ગાળામાં અન્ય લેખકોએ લખેલા કોલમને પણ સમાવવામાં આવ્યા છે.’આફ્ટરમાથમથાળે સમાવવામાં આવેલા કોલમમાં મહમદ હનિફ,અમિતાવ ઘોષ અને શશિ થરુરના કોલમોને પણ સમાવવામાં આવેલા છે.

બ્લેક ટોર્નેડો થ્રી સેઇજ ઓફ મુંબઇ 26/11

આમાં ત્રાસવાદી હુમલાના ઘટનાક્રમ તેમ જ તેમાં ફસાઈ ગયેલા લોકોએ અનુભવેલા ભય અને આતંકની લાગણીનું નિરૂપણ છે. સામસામે ચાલી રહેલા ગોળીબારમાં ફસાઈ ગયેલા અને અંતે બચી ગયેલા કર્મચારી સાથે ઘટેલા ઘટનાક્રમનું નિરૂપણ છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલો થયો હતો તેવામાં આતંક ફેલાવી રહેલા તત્ત્વાનો સામનો કરનારા એક વ્યક્તિના અનુભવોનું પુસ્તકમાં નિરૂપણ છે.  

ધ બિટ્રેયલ ઓફ ઇન્ડિયા રિવિઝિટિંગ ધ 26/11 એવિડેન્સ

આ પુસ્તક તે 26/11ના રોજ થયેલા આતંકવાદી હુમલા વખતે અને પછી થયેલા રિપોર્િંટગ, કોર્ટ દસ્તાવેજો, ઘટનાને નજરે નિહાળનારાઓ કરેલા વર્ણન એમ પૂરા ઘટનાક્રમનું સમીક્ષા પુસ્તક છે. પુસ્તકમાં તમામ ઘટનાનું વ્યાપક વિશ્લેષણ થયેલું છે. લેખક દાવો કરે છે કે, ન્યૂઝ મીડિયા, રાજકીય વર્ગ, પોલીસ અને ન્યાયતંત્ર એમ સર્વેએ આ ઘટના વિશે જે કાંઈ કહ્યું તે તમામ બાબતને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે

ધ એટેક ઓફ 26/11

યૂટયૂબ/ ઇરોસ નાવ પર તેનું સ્ટ્રિમિંગ થયું હતું. રામગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તે ત્રાસવાદી હુમલાનું નાટયાત્કમ નિરૂપણ છે. ફિલ્મ આ હુમલાના ષડ્યંત્રથી માંડીને મુંબઇના વિવિધ સ્થાન પર થયેલા હુમલા સુધીના તમામ ઘટનાક્રમને આવરી લે છે. ફિલ્મમાં નાના પાટેકર, સંજીવ જયસ્વાલ, અતુલ કુલકર્ણીએ ભૂમિકા નિભાવેલી છે.

હોટેલ મુંબઇ    

ઝી પર આ ફિલ્મનું સ્ટ્રિમિંગ થયું હતું. એન્થની માર્સ દ્વારા દિગ્દર્શિત ફિલ્મહોટેલ મુંબઇતે વર્ષ 2008માં મુંબઇ પર થયેલા હુમલા વખતે પ્રવર્તી રહેલા લોકોના મિજાજનું નિરૂપણ કરે છે. વર્ષ 2009માં તૈયાર થયેલા દસ્તાવેજી ચલચિત્ર

સર્વાઇવિંગ મુંબઇપર આધારિત આ ફિલ્મમાં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હેમર, નઝાનિન બોનિઆદી અને જેસોન આઇઝેકે ભૂમિકા નિભાવી છે.  ‘હોટેલ બોમ્બેવિશે વાત કરતાં પટેલે જણાવ્યું હતું કે,’આ ફિલ્મમાં મેં તે હોટેલના હીરોની ભૂમિકા નિભાવી છે. કથાનકની ખૂબસૂરતી એ છે કે તે હોટેલનો સ્ટાફ કે જેમની તરફ તમે બીજીવાર નજર નાખવા પણ તૈયાર ના થાવ તે કર્મચારીઓમાં માનવતા છલકાતી જોવા મળે છે

વન લેસ ગોડ

વિમીઓ પર સ્ટ્રિમ થઈ હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના જૂથ દ્વારા મુંબઇના થયેલા પ્રવાસને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ 26 નવેમ્બર 2008ના રોજ બનેલી ત્રાસવાદી હુમલાની ઘટનાઓનું નિરૂપણ કરે છે. આ હુમલા વખતે બાનમાં રાખવામાં આવેલા લોકોની કથની કહી જાય છે. ફિલ્મમાં મોટેભાગે ઓસ્ટ્રેલિયાના કલાકારોએ ભૂમિકા નિભાવેલી છે. ફિલ્મને વર્ષ 2017માં યોજાયેલા બાયરન બે ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રોષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. તે જ પ્રમાણે લોસ એન્જલસ ખાતે વર્ષ 2017માં યોજાયેલા ડાન્સ વિથ ધ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગ્રાન્ડ જ્યૂરી પ્રાઇઝ અને શ્રોષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.  

તાજમહેલ પેલેસ હોટેલ

આ ફિલ્મ તે 18 વર્ષની એક ફ્રેન્ચ કન્યા મુંબઇ હુમલા વખતે એક હોટેલમાં ટ્રેપ કઈ રીતે થઈ ગઈ તેનું નિરૂપણ છે. આ ફ્રેન્ચ કન્યાના માતા-પિતા ભારતની મુલાકાતે આવેલા હતા. ફ્રાન્સ-બેલ્જિયમ ફિલ્મમાં સ્ટેસી માર્ટિન ગિના મેકી, લૂઇ ડૉ. ડે લેન્ક્વેસાઇંગે ભૂમિકા નિભાવી છે. નિકોલસ સદા દ્વરા દિગ્ગદર્શિત આ ફિલ્મમાં પીડિતાની નિઃસહાયતાનું નિરૂપણ થયેલું છે. ફિલ્મમાં કન્યાના માતા-પિતા હોટેલની બહાર તેમની પુત્રી આ ટ્રેપથી મુક્ત થાય તે માટે ચિંતાસહ પ્રતીક્ષા કરતા નજરે પડે્રુત્.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો