મુંબઈ હાઇ કોર્ર્ટે એફટીઆઇએલ કેસની સુનાવણી ૨૫ જુલાઈ પર ઠેલી - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઈ હાઇ કોર્ર્ટે એફટીઆઇએલ કેસની સુનાવણી ૨૫ જુલાઈ પર ઠેલી

મુંબઈ હાઇ કોર્ર્ટે એફટીઆઇએલ કેસની સુનાવણી ૨૫ જુલાઈ પર ઠેલી

 | 3:15 am IST

મુંબઇ,તા.૨૦  

મુંબઈ હાઇ કોર્ટે આજે ૫૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલી ફાઇનન્સિયલ ટેકનોલોજીસ લિમિટેડ (એફટીઆઇએલ)ને વચગાળાની રાહત મેળવવા કરેલી અરજી ફગાવી દીધી હતી અને કેસની હવે પછીની સુનાવણી ૨૫ જુલાઈ પર ઠેલી હતી.

એફટીઆઇએલની અરજીનો પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વીંગ(ઇઓડબલ્યુ)દ્વારા વિરોધ કરાયો હતો. કોર્ટે પોલીસની દલીલ માન્ય રાખી અરજી ફગાવતા કહ્યું હતું કે આ કેસને લઇને કોઇ એવી તાતી જરૂરિયાત જણાતી નથી એથી તેની સુનાવણી સોમવારે ૨૫ જુલાઇએ કરીશું.  

૫૬૦૦ કરોડ રૂપિયાના નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ(એનએસઇએલ) કૌભાંડમાં નાણાં પાછા મેળવવાની કવાયત રૂપે મુંબઇ પોલીસની આર્િથક ગુના શાખાએ અગાઉની ફાઇનાન્સિયલ ટેકનોલોજીસ લિમિટેડ(એફટીઆઇએલ)ની ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે એફટીઆઇએલની કબજે કરાયેલી સંપત્તિને સિક્યોર કરવામાં આવી હોવાથી એફટીઆઇએલ આ સંપત્તિની ઉચાપત કરી શકશે નહીં. આ સંપત્તિને એમપીઆઇડી (મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) એક્ટ હેઠળ સિક્યોર કરવામાં આવી હોવાનું સૂત્રે જણાવ્યું હતું.

એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞોશ શાહને પહેલી ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પગલું ભર્યું હતું.  

જોકે એફટીઆઇએલે પોલીસની એ કાર્યવાહીને પણ કોર્ટમાં પડકારી હતી અને કહ્યું છે કે કંપનીની અસ્કયામત આ રીતે કબ્જે કરી શકાય નહી. અસ્કયામતો સિઝ કરાઈ છે પણ કંપનીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયા નથી.  

જિજ્ઞોશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ) એક્ટ હેઠળ બાર જુલાઇએ ધરપકડ કરી હતી. અગાઉ આર્િથક ગુના શાખાએ જિજ્ઞોશ શાહ, એનએસઇએલના મુખ્ય અધિકારીઓ અને ૨૪ ડિફોલ્ટર્સની સંપત્તિ પર ટાંચ મારી હતી. જેની પર ટાંચ મારવામાં આવી હોય એવી સંપત્તિનું મૂલ્ય ૬૨૦૦ કરોડ રૂપિયા મનાય છે. આજે કબજે કરવામાં આવેલી સંપત્તિનો આ આંકડામાં સમાવેશ થતો નથી. તેને અલગ ગણવામાં આવી છે.  

ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકારે જિજ્ઞોશ શાહના બંગલાને વિધિસર ટાંચ મારી હતી. રાજ્ય સરકારે જૂહુમાં આવેલા જિજ્ઞોશ શાહના બંગલાને કબજે કરવા માટે જાહેરનામું બહાર પાડયું હતું અને તે બંગલાને કબજે કર્યો હતો.

નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ(એનએસઇએલ) કૌભાંડમાં અંદાજે ૧૩૦૦૦ રોકાણકારોના નાણાં સલવાયા હોવાનું મનાય છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન