મુખ્યમંત્રી રૃપાણી આજે શહેરની ટૂંકી મુલાકાતે - Sandesh
  • Home
  • Baroda
  • મુખ્યમંત્રી રૃપાણી આજે શહેરની ટૂંકી મુલાકાતે

મુખ્યમંત્રી રૃપાણી આજે શહેરની ટૂંકી મુલાકાતે

 | 3:15 am IST

ા વડોદરા ા

મુખ્યમંત્રી વિજય રૃપાણી આવતીકાલે તા.૧૪મીના રોજ શહેરની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરથી તેઓ સવારે ૧૧-૪૦ કલાકે એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાંથી તેઓ સેવાસી ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપશે અને બપોરે ૧ વાગે પરત એરપોર્ટ ખાતેથી ગાંધીનગર રવાના થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

જોકે મુખ્યમંત્રીના આ કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશન તથા વહીવટીતંત્ર દ્વારા જરૃરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૃપાણી આવતી કાલે ટૂંકું રોકાણ કરનાર છે ત્યારે એરપોર્ટ ખાતે જ તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી મુલાકાત દરમિયાન રાજકીય સમીક્ષા કરશે તેમ મનાય છે. ૩૧ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે તેમ જાણવા મળે છે.

;