મુનશી સ્કૂલમાં પ્રદર્શનમાં વિવિધ શાળાઓ દ્વારા ૨૨૭ કૃતિ રજુ થઇ - Sandesh
  • Home
  • Baroda
  • મુનશી સ્કૂલમાં પ્રદર્શનમાં વિવિધ શાળાઓ દ્વારા ૨૨૭ કૃતિ રજુ થઇ

મુનશી સ્કૂલમાં પ્રદર્શનમાં વિવિધ શાળાઓ દ્વારા ૨૨૭ કૃતિ રજુ થઇ

 | 2:30 am IST

જીફજી  કક્ષાના ગણિત- વિજ્ઞાાન પ્રદર્શનમાં ૨૨૭ કૃતિઓ રજ થઇ

પ્રદર્શનમાં ૧૧૦ શાળાએ ભાગ લીધો

। ભરૃચ ।

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત ભરૃચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મુન્શી સાર્વજનિક માધ્યમિક શાળાના સંયુકત ઉપક્રમે ભૃગુઋષિ શાળા વિકાસ સંકુલ જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાાન અને પર્યાવરણ પ્રદર્શન કલેકટરની ઉપસ્થિતિમાં મુન્શી વિદ્યાધામ ખાતે યોજાયુ હતુ. જેમાં જિલ્લાની ૧૧૦ શાળાના વિદ્યાર્થીઓએ ૨૨૭ જેટલી કૃતિઓ રજુ કરી હતી.

એસ.વી.એસ.કક્ષાના ગણિત-વિજ્ઞાાન પર્યાવરણ પ્રદર્શનને કલેકટર રવિકુમાર અરોરાએ ખુલ્લુ મુકયુ હતુ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજય શિક્ષણ બોર્ડના વી.સી.આરીફખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી નૈષેધ મકવાણાએ કર્યુ હતુ. પ્રદૃશનની રૃપરેખા ડાયટના વ્યાખ્યાતા પી.વી.પટેલે આપી હતી કલેકટરે બાળ વૈજ્ઞાાનિકોને પ્રોત્સાહન પુરૃ પાડયુ હતુ. ડીઈઓએ જીવનમાં વિજ્ઞાાનનુ મહત્વ અને વિર્દ્યાર્થીઓમાં વૈજ્ઞાાનિક દ્રષ્ટીકોણ કેળવાય તે માટે શિક્ષકોને અપીલ કરી હતી. ગણિત, વિજ્ઞાાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ૧૧૦ શાળામાંથી ૨૨૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, મુન્શી ટ્રસ્ટના સુલેમાન પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,  શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

;