મુન્દ્રામાં વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, ઉના દલિત પીડિતોની ઘટના માટે નહીં તો શેના માટે કર્યો? - Sandesh
  • Home
  • Bhuj
  • મુન્દ્રામાં વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, ઉના દલિત પીડિતોની ઘટના માટે નહીં તો શેના માટે કર્યો?

મુન્દ્રામાં વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, ઉના દલિત પીડિતોની ઘટના માટે નહીં તો શેના માટે કર્યો?

 | 10:52 am IST

સમગ્ર રાજ્યમાં ઉના દલિત પીડિતોના અત્યાચાર માટે ઠેર-ઠેર દેખાવો અને ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  પંરતુ આજે મુન્દ્રા ખાતે થયેલ ચક્કાજામ ઉના દલિતી પીડિત અત્યાચાર માટે નહોતો.

આજે વહેલી સવારે કચ્છના મુન્દ્રામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ કચ્છના મુન્દ્રામાં દરરોજ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતાં પર રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ મુન્દ્રાના મોટા કપાયા રોડ પર સાત થી આઠ જેટલી બસોને રસ્તા પર રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  આ અંગેની જાણ મુન્દ્રા શહેર પોલીસને થતાં જ દોડતી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઉનાતાલુકાના મોટા સમઢિયાળાના દલિત અત્યાચારના અપરાધના ષડયંત્ર પાછળના મુખ્ય સૂત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવા માટે ગુજરાત બંધનું દલિત પેન્થર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું, જેમાં કચ્છ જોડાયું હતું, પરંતુ જિલ્લાના ભુજ, ગાંધીધામ, રાપર, મુન્દ્રા સહિતના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે સરકાર અને પોલીસ સામે વિરોધ નોંધાવાયો હતો. જ્યારે આજે ભચાઉમાં દલિત સમાજની વિશાળ રેલી નીકળતા પોલીસે ઘર્ષણ ના થાય એટલા માટે અગાઉ જ બજારો બંધ કરાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન