મુન્દ્રા પોર્ટમાં હેરોઈન જપ્તી કેસમાં ઈડી મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • મુન્દ્રા પોર્ટમાં હેરોઈન જપ્તી કેસમાં ઈડી મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ

મુન્દ્રા પોર્ટમાં હેરોઈન જપ્તી કેસમાં ઈડી મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ

 | 2:00 am IST
  • Share

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તાજેતરમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી લગભગ ૩,૦૦૦ કિલો હેરોઇન જપ્ત કરવાની મનીલોન્ડરિંગ તપાસ શરૂ કરી છે, એમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. ફ્ેડરલ એજન્સી કેસની વિગતોનો અભ્યાસ કરી રહી છે અને પ્રિવેન્શન ઓફ્ મનીલોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ આગળ વધી રહી છે. એજન્સીએ ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા માદક દ્રવ્યોની દાણચોરીનો પર્દાફશ કરતી વખતે દાખલ કરેલી ફ્રિયાદ પણ માંગી છે.  કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદરેથી કુલ ૨,૯૮૮.૨૧ કિલો અફ્ઘાન હેરોઈન જપ્ત કરાયું હતું. જેની કિંમત ૨૧,૦૦૦ કરોડ હોવાનો અંદાજ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરેલી હેરોઈન પ્રતિ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૫-૭ કરોડ રૂપિયા છે. આ ભારતમાં અત્યાર સુધીની હેરોઇનની સૌથી મોટી જપ્તી છે.  કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, સર્વોચ્ચ ફ્ેડરલ એન્ટી ડ્રગ્સ એજન્સી, એકવાર વ્યાપક અસરો બહાર આવ્યા પછી કેસની તપાસ પણ કરી શકે છે. ડ્ઢઇૈં ગ્દઝ્રમ્ની જેમ ગ્દડ્ઢઁજી લાગુ કરવા માટે પહેલાથી જ એક સશક્ત એજન્સી હોવાથી પછીની એજન્સીને આ કેસમાં તાત્કાલિક આવવાની જરૂર નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું. ઈડ્ઢના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઁસ્ન્છ કેસ દાખલ કર્યા બાદ એજન્સી આ હેરોઈનની દાણચોરી પાછળના લોકો અથવા સિન્ડિકેટની તપાસ કરશે, ગુનાની આવક ઓળખશે અને તપાસ દરમિયાન આરોપીની સંપત્તિ પણ જપ્ત શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો