મુશ્કેલીમાં પણ મનને પ્રસન્ન રાખો  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • મુશ્કેલીમાં પણ મનને પ્રસન્ન રાખો 

મુશ્કેલીમાં પણ મનને પ્રસન્ન રાખો 

 | 12:30 am IST
  • Share

 સવારે મહેન્દ્રને ત્યાં એક ભિખારી ભીખ માંગવા માટે પહોંચ્યો. ભિખારીએ દરવાજો ખટખટાવ્યો. મહેન્દ્રની પત્ની મંદિરે ગઈ હતી અને ઘરમાં બીજું કોઈ નહોતું. તેથી મહેન્દ્રએ બહાર આવીને દરવાજો ખોલ્યો. ભિખારીએ કંઈક આપવા માટે આજીજી કરી, પરંતુ મહેન્દ્ર બહાર આવ્યો ત્યારે તેના ખિસ્સામાં કાંઈ નહોતું. તેણે ઘરમાં આમતેમ નજર દોડાવી અને અંદર ગયો. થોડી જ ક્ષણોમાં તે એક પ્યાલો લાવ્યો અને ભિખારીને આપી દીધો. મહેન્દ્ર ભિખારીને ભિક્ષા આપીને ખુશ હતો.

ભિખારી મહેન્દ્રનો આભાર માનીને ત્યાંથી જતો રહ્યો. થોડી જ વારમાં મહેન્દ્રની પત્ની ઘરે પહોંચી અને જ્યારે મહેન્દ્રએ ભિખારીને એક પ્યાલો ભિક્ષામાં આપ્યો તે જણાવ્યું કે તરત જ ગુસ્સે થઈને જોરજોરથી બોલવા લાગી કે, ”અરે, તમે આ શું કરી દીધું. તમે ભિખારીને ચાંદીનો પ્યાલો આપી દીધો. તમે જલદી દોડીને જાઓ અને તે પ્યાલો ભિખારી પાસેથી પાછો લઈ આવો.

પત્નીની વાત સાંભળીને મહેન્દ્ર ભિખારી ગયો હતો તે દિશામાં દોડતો ગયો. ભિખારી મળ્યો તો તેણે કહ્યું, ”ભાઈ, મારી પત્નીએ હમણાં જ જાણકારી આપી છે કે આ પ્યાલો ચાંદીનો છે, તેથી તેને રસ્તામાં કોઈને ન વેચતો. જ્યાં સારી કિંમત ઉપજે તેવા ઝવેરીને ત્યાં વેચજે.

આ ઘટના નજીકમાં ઊભેલો મહેન્દ્રનો મિત્ર જોઈ રહ્યો હતો. તેણે મહેન્દ્રને પૂછયું કે, ”મિત્ર! જ્યારે તને ખબર પડી ગઈ કે આ પ્યાલો ચાંદીનો છે તો તેને શા માટે લઈ જવા દીધો?”

મહેન્દ્રએ હસીને જવાબ આપ્યો, ”મનને એ બાબતે અભ્યાસુ બનાવવા માટે કે તે મોટામાં મોટી હાનિમાં પણ ક્યારેય દુઃખી કે નિરાશ ન થાય!

આ કથાનો બોધ એ છે કે, મનને ક્યારેય કોઈ બાબતે નિરાશ ન થવા દેશો. મોટામાં મોટા નુકસાનમાં પણ પ્રસન્ન રહો. મન ઉદાસ થઈ જશે તો તમારા કાર્ય કરવાની ગતિ ધીમી થઈ જશે. તેથી મનને હંમેશાં પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન