મુશ્કેલીમાં રહો સભાન - Sandesh

મુશ્કેલીમાં રહો સભાન

 | 2:34 am IST

Courage – હિંમત :

આ કાર્ડમાંનું ચિત્ર એક ફૂલ, જે પોતાના રસ્તામાં આડે આવતા પથ્થરો અને ખડકોના પડકારોને પહોંચી વળીને, તેમાંથી બહાર આવીને દિવસના પ્રકાશમાં ખીલી ઊઠયું છે તે બતાવે છે. તે તેજસ્વી સોનેરી આભથી ઘેરાયેલું છે, જે તેના નાનકડા અસ્તિત્વની મહાનતા દર્શાવે છે. 

જ્યારે આપણે અતિશય મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે રોષે ભરાઈને કોઈ વ્યક્તિ કે કોઈ બાબત શોધી કાઢી અને તેના પર મુશ્કેલી પેદા કરવા માટેનો દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ. બીજને જો ફૂલ બનવું હશે તો સમસ્યાઓનો સામનો કરવો પડશે. લોઢાના ચણા ચાવવા જેવું છે, છતાં બીજ એક સરસ મજાના ફૂલમાં બદલાય છે. મતલબ કે તેના અંદર રહેલી શક્તિનો ભરપૂર ઉપયોગ કરીને, સમસ્યાઓનો સામનો કરીને તે આગળ વધે છે.

Awarness – સભાનતા :

ઘણી વખત જીવનમાં આપણે સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ. આ બધાનું કારણ છે આપણું પોતાનું મન. ઓશો રજનીશના મતે સૌથી શ્રેષ્ઠ છે નો માઈન્ડ એટલે કે વિચારશૂન્યતા… આપણા નેગેટિવ વિચારો અને તર્કશક્તિથી ઉપર ઊઠવાની જરૂર છે. એક સભાનતા અને જાગ્રતતા લાવવાની જરૂર છે. જો તેમાંથી બહાર નીકળી શકો તો એક અલગ રૂપ, અલગ દિશા મળી શકે છે અને તેની અત્યારે જરૂર છે.     (ક્રમશઃ)

શ્વેતા ખત્રી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન